નવી દિલ્લીઃ LICના IPOના શેર આવતા સપ્તાહે પ્રસિદ્ધ થઈ શકે છે. LICના IPOના ફાળવવામાં આવેલા શેરની કર્મચારીઓ, પોલિસીધારકો અને રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે..જો કે IPOનું લિસ્ટીંગ ટૂંક સમયમાં થશે...ત્યારે ખબર પડશે કે નુકસાન ગયું કે નફો થયો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1-આવતીકાલે 17 એપ્રલિે  LICના IPOનું લિસ્ટિંગ થઈ શકે છે. એલઆઈસી આઈપીઓના શેર આવતીકાલે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની ધારણા છે. 


2- ગ્રે માર્કેટમાં રવિવારે LICનો IPO શેર રૂ. 936 પર હતો..જો આગામી દિવસોમાં GMP બદલાશે નહીં, તો શેર એક્સચેન્જમાં સમાન કિંમતે પ્રસિદ્ધ થઈ શકે છે.


3- રોકાણકારોને LIC એ રૂ. 949 ના IPO શેર ફાળવ્યા છે. સાથે LICએપોલિસીધારકો અને કર્મચારીઓને IPO પર ડિસ્કાઉન્ટ પણ આપ્યું હતું. એલઆઈસીએ આઈપીઓ શેર પર પોલિસીધારકોને શેર દીઠ રૂ. 60 અને એલઆઈસીના કર્મચારીઓને રૂ. 45નું ડિસ્કાઉન્ટ આપ્યું છે.


4- જીએમપી છેલ્લા ઘણા દિવસોથી માઈનસમાં ચાલે છે..જેથી સામાન્ય રોકાણકારોને થોડો ફાયદો થશે. પોલિસીધારકો અને કર્મચારીઓ સંભવિતપણે લિસ્ટિંગ લાભો મેળવી શકે છે કેમ કે પોલીસીધારક અને કર્મચારીઓને ડિસ્કાઉન્ટ પર શેર ફાળવવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે સ્પષ્ટપણે કંઈ કહી શકાય તેમ નથી.