નવી દિલ્હીઃ ભારતીય જીવન વીમા નિગમા આઈપીઓને લઈને સંપૂર્ણ જાણકારી સામે આવી ગઈ છે. રિટેલ રોકાણકારો માટે આઈપીઓ 4 મેએ ખુલશે અને 9 મેએ બંધ થશે. એન્કર રોકાણકારો માટે આ મેગા આઈપીઓ 2 મેએ ખુલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલઆઈસીના આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 902 રૂપિયાથી 949 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે 15 શેરોનો એક લોટ હશે. તેને અંતિમ રૂપ આપવા માટે આજે એલઆઈસી બોર્ડની મહત્વની બેઠક યોજાઈ હતી. આ આઈપીઓમાં કર્મચારીઓ અને પોલિસીધારકોને છૂટ મળશે. સેબીની પાસે દાખલ એલઆઈસી ડીઆરએચપી અનુસાર પોલિસીધારક કોટાવાળા ભાગ હેઠળ પાત્ર એલઆઈસી પોલિસીધારકો માટે 10 ટકા રિઝર્વ હશે. 


પોલિસીધારકોને 60 રૂપિયા પ્રતિ શેર ડિસ્કાઉન્ટ
રિટેલ રોકાણકારો અને એલઆઈસી કર્મચારીઓને આઈપીઓમાં એપ્લાય કરવા પર 45 રૂપિયા પ્રતિ શેર ઓછા લાગશે. જ્યારે પોલિસી ધારકો માટે 60 રૂપિયા પ્રતિ શેર છૂટ મળશે. આઈપીઓની ઇશ્યૂ સાઇઝ 21,000 કરોડ રૂપિયાની છે, અને આઈપીઓ દ્વારા આશરે 22.14 કરોડ શેર વેચવામાં આવશે. 


આ પણ વાંચોઃ Bank Holidays in May 2022: મે મહિનામાં 11 દિવસ બંધ રહેશે બેન્ક, જલદી પૂરા કરી લો જરૂરી કામ


મહત્વનું છે કે પહેલાં સરકાર દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીમાં 5 ટકા ભાગીદારી વેચવાની હતી, પરંતુ હવે આઈપીઓ માટે સરકાર માત્ર 3.5 ટકા શેરની રજૂઆત કરશે. 


આઈપીઓ માટે એલઆઈસીની વેલ્યૂએશન 6 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ હિસાબથી હવે આઈપીઓની સાઇઝ 21,000 કરોડ રૂપિયા હશે. પરંતુ એક અધિકારીનું કહેવું છે કે માર્કેટમાં ડિમાન્ડ સારી રહે છે તો સરકાર તેને 5 ટકા સુધી વધારી શકે છે. 


વેલ્યૂએશન છ લાખ કરોડ રૂપિયા
જ્યારે એલઆઈસીના આઈપીઓને લઈને ચર્ચા શરૂ થઈ હતી ત્યારે સરકારે તેની વેલ્યૂએશન 17 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ હવે આઈપીઓને હિટ કરાવવા માટે એલઆઈસીની વેલ્યૂએશન 6 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. એલઆઈસી આઈસીઓ સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યનો ભાગ છે. સરકારે નાણાકીય વર્ષ 2022-2023માં વિનિવેશથી 65 હજાર કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પહેલાં આ આઈપીઓ 31 માર્ચ 2022ના આવવાનો હતો. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બદલાયેલી વૈશ્વિક સ્થિતિ વચ્ચે તેની તારીખ આગળ વધારી દેવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube