નવી દિલ્હી: દેશના મોટાભાગના રોકારણકારો, ખાસ કરીને LIC પોલિસી હોલ્ડર્સ તો IPO ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હવે આ ઈન્તેજાર બહુ જલદી ખતમ થઈ શકે છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. SEBI પાસે LIC IPO ની અરજી આપી દેવાઈ છે. રવિવારે DRHP (ડ્રાફ્ટ પેપર) દાખલ થઈ ગયું છે. દેશના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઈનિશિયલ પલ્બિક ઓફર  (IPO) હશે. માર્ચ સુધીમાં તેના આવવાની આશા છે. સૂત્રો પાસેથી એક્સક્લુઝિવ જાણકારી મળી છે કે પોલિસી હોલ્ડર્સ ઈશ્યૂમાં મોટું ડિસ્કાઉન્ટ મળવા જઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 લાખ સુધીની અરજી પર 10 ટકા ડિસ્કાઉન્ટ
LIC IPO માં પોલિસી હોલ્ડર્સને ડિસ્કાઉન્ટ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો LIC બોર્ડના સભ્ય વધુમાં વધુ ડિસ્કાઉન્ટ આપવાના પક્ષમાં છે. એલઆઈસી એક્ટ મુજબ પોલિસી હોલ્ડર્સને 10 ટકા સુધી છૂટ આપી શકાય છે. 2 લાખ રૂપિયા સુધીની અરજી પર 10 ટકા સુધીના ડિસ્કાઉન્ટની જોગવાઈ કરી શકાય છે. જો કે ડિસ્કાઉન્ટ પર નિર્ણય વેલ્યુએશન નક્કી થયા બાદ લેવાશે. કહેવાય છે કે RHP માં ડિસ્કાઉન્ટ આપવાનો ઉલ્લેખ કરવામાં આવશે. હાલની સ્થિતિમાં આઈપીઓમાં પોલિસી હોલ્ડર્સ માટે 10 ટકા સુધી રિઝર્વેશન કોટા રાખવામાં આવી શકે છે. 


63000 કરોડ રૂપિયાની હોઈ શકે છે IPO સાઈઝ
LIC IPO ની સાઈઝ લગભગ 63000 કરોડ રૂપિયાની હોઈ શકે છે. કુલ ઈક્વિટી સાઈઝ 632 કરોડ શેરની હશે. સરકાર તેમાં 5 ટકા ભાગીદારી વેચી રહી છે. સરકાર લગભગ 31.6 કરોડ શેરોનું વેચાણ કરશે. LIC IPO જ્યારે ખુલશે તો પોલિસી હોલ્ડર્સ માટે 10 ટકા શેર રિઝર્વ રાખવામાં આવશે. જો કે કંપનીએ DRHP માં તેનો ઉલ્લેખ કર્યો નથી. RHP માં તેના પર નિર્ણય લેવાશે. આ માટે એલઆઈસી પોલિસી હોલ્ડર્સે PAN અપડેટ કરવું પડશે. LIC ના પોલિસીધારકોને કર્મચારીઓ બરાબર રાખવા માટે કાયદામાં સંશોધન કરાયું હતું જેનાથી તેમને 10 ટકાની છૂટ પર ફ્લોટનો 10 ટકા ભાગ મળી શકે. 


LIC IPO ની તારીખ હજુ નક્કી નથી
LIC IPO ની તારીખ હજુ નક્કી થઈ નથી. પરંતુ આશા છે કે માર્ચ 2022 સુધીમાં ઈશ્યુ બજારમાં આવી જશે. FY22 ના ચોથા ત્રિમાસિકમાં તેનું લિસ્ટિંગ પણ થઈ જશે. IPO અને લિસ્ટિંગ માટે એલઆઈસી એક્ટ 1956 માં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. 


પોલિસી હોલ્ડર્સને શું ફાયદો થશે?
સરકારે LIC IPO ની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે ઈશ્યૂ સાઈઝમાંથી 10 ટકા શેર પોલિસી હોલ્ડર્સ માટે સુરક્ષિત રાખવામાં આવશે. જે પ્રકારે કર્મચારીઓ માટે કંપનીના આઈપીઓમાં શેર સુરક્ષિત રાખવામાં આવે છે. જો કે તે કમ્પિટેટિવ બેસિસ પર હશે. એટલે કે પોલિસી હોલ્ડર્સને સામાન્ય રોકાણકારોની સરખામણીએ સસ્તા શેર મળશે. હાલ LIC માં લગભગ 28.9 કરોડ પોલિસી હોલ્ડર્સ છે. બજારનો નિયમ એ જ કહે છે કે કંપની ફ્લોર પ્રાઈઝના વધુમાં વધુ 10 ટકા ડિસ્કાઉન્ટ આપીને કર્મચારીઓ માટે શેર જારી કરી શકે છે. 


કેટલી હોઈ શકે છે પ્રાઈસ બેન્ડ?
LIC IPO માં શેરોને કયા ભાવે લાવવામાં આવશે તે હજુ નક્કી નથી. પરંતુ બજારની રીતે ખુબ મહત્વનું છે. હકીકતમાં બજારમાં લિસ્ટ થતા પહેલા સરકારી વીમા કંપનીઓના આઈપીઓનો અનુભવ સારો રહ્યો નથી. વર્ષ 2017માં ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીનો શેર 770-800 રૂપિયામાં ઓફર કરાયો હતો. BSE પર તેનું લિસ્ટિંગ 748.90 રૂપિયામાં થયું હતું.  હાલ ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યુરન્સના શેરના  ભાવ લિસ્ટિંગ ભાવથી ઘણા નીચે 137 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. જનરલ ઈન્શ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને NSE પર 857.50 રૂપિયા પર લિસ્ટ કરાયો હતો. પરંતુ આજે તેની કિંમત 135 રૂપિયાની આસપાસ છે. 


કેમ લગાવવા જોઈએ પૈસા?
દેશના વીમા ક્ષેત્રે એલઆઈસી સૌથી મોટી કંપની છે. LIC ની સાઈઝ અને સામાન્ય માણસ સુધી તેની પહોંચને જોતા તેના કારોબારમાં વધારો થવાનું અનુમાન છે. મહામારી જેવી સ્થિતિઓને જોતા ભવિષ્ય માટે મજબૂત સંભાવનાઓ જોવા મળી રહી છે. LIC ની બજારમાં ભાગીદારી 66 ટકા જેટલી છે. 31 માર્ચ 2020 સુધીમાં એલઆઈસીની કુલ એસેટ 37.75 લાખ કરોડ રૂપિયા હતી. તેની પાસે 22.78 લાખ એજન્ટ અને 2.9 લાખ કર્મચારીઓનું વિશાળ નેટવર્ક છે. શેર બજારમાં પણ એલઆઈસી સૌથી મોટી સંસ્થાગત રોકાણકારોમાંથી એક છે. શેર બજારમાં મોટું રોકાણ છે. સારા રોકાણ પોર્ટફોલિયો પાસેથી સારા રિટર્નની આશા હંમેશા રહે છે. 



અનિલ સિંઘવીનો શું છે  LIC IPO પર મત?
માર્કેટ ગુરુ અને ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર અનિલ સિંઘવીનું માનવું છે કે LIC ના IPO માં પૈસા લગાવતા પહેલા વિચારવાની જરૂર જ નથી. સરકારે પણ એક સાથે આખો આઈપીઓ લાવવાની જરૂર નથી. તમે બે ભાગમાં પણ આઈપીઓ લાવી શકો છો. જે હટળ શેરોનો એક લોટ પહેલા ઓફર થશે. ત્યારબાદ થોડા સમય પછી બીજો ભાગ ઓફર થઈ શકે છે. જો કે અનેક માર્કેટ એનાલિસ્ટ પણ કહી ચૂક્યા છે કે આટલો મોટો આઈપીઓ હોવાના કારણે રોકાણકારો પાસે એટલા પૈસા હોવા જોઈએ કે તેઓ એલઆઈસીનો આઈપીઓ ખરીદી શકે. 


સરકાર માટે કેમ જરૂરી છે LIC IPO?
સરકાર માટે એલઆઈસીનું ડિસઈન્વેસ્ટમેન્ટ ખુબ મહત્વનું છે. જો તણે આ નાણાકીય વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય 1.75 લાખ કરોડ રૂપિયા પૂરું કરવું હોય તો તે એલઆઈસીથી થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021માં જાહેરાત કરી હતી કે 2021-22માં સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. બે સરકારી બેંકોના ખાનગીકરણની પણ યોજના છે. પરંતુ હજુ નક્કી થયું નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube