નવી દિલ્હી: LIC IPO Exclusive: દેશની સૌથી મોટા આઇપીઓની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે. એલઆઇસીના આઇપીઓને લઇને અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસે એક્સક્લુઝિવ સમાચાર આપ્યા છે. એલઆઇસી 25 થી 29 એપ્રિલ વચ્ચે તેમના આઇપીઓની જાહેરાત કરી શકે છે. આ સાથે જ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવતીકાલે એટલે કે 13 અપ્રિલ બુધવારના એલઆઇસી તેના UDRHP સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં ફાઈલ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલઆઇસીનો આઇપીઓ ટૂંક સમયમાં થસે લોન્ચ
ઉલ્લેખનીય છે કે, સરકાર એલઆઇસી આઇપીઓને માર્ચમાં લોન્ચ કરવાની હતી, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વૈશ્વિક બજારમાં વેચાણના કારણે આ નિર્ણય ટાળવામાં આવ્યો હતો. હવે બજારની સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે. એવામાં હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર ટૂંક સમયમાં એલઆઇસીનો આઇપીઓ લોન્ચ કરી શકે છે. સરકાર એલઆઇસી આઇપીઓ દ્વારા 5 થી 6.5 ટકાની ભાગીદારી વેચી શકે છે. તમને જણાવી દઈએ કે, એલઆઇસી આઇપીઓ દ્વારા સકરારની યોજના 50,000 થી 60,000 કરોડ રૂપિયા ભેગા કરવાની છે.


સૌથી મોટો આઇપીઓ હશે
ઉલ્લેખનીય છે કે, LIC નો આઇપીઓ દેશનો સૌથી મોટો આઇપીઓ હશે. એલઆઇસીના આ આઇપીઓના માધ્યમથી સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 60,000 કરોડ રૂપિયાથી વધુ ભેગા કરવાનો ટાર્ગેટ રાખ્યો છે જેથી તેના સુધારેલ ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય 78,000 કરોડ રૂપિયાનો પૂર્ણ કરી શકાય.


ફેબ્રુઆરીમાં મોકલવામાં આવ્યો હતો ડ્રાફ્ટ
ઉલ્લેખનીય છે કે, LIC એ તાજેતરમાં ફેબ્રુઆરીમાં માર્કેટ રેગ્યુલેટર પાસે ડ્રાફ્ટ પેપર્સ દાખલ કર્યા હતા. આ ડ્રાફ્ટ અનુસાર, એલઆઇસીના કુલ 632 કરોડ શેરમાંથી 31,62,49,885 ઇક્વિટી શેર વેચવાનો પ્રસ્તાવ છે. તેમાંથી 50 ટકા ભાગ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે આરક્ષિત રહશે. જ્યારે બિન-સંસ્થાકીય ખરીદદારો માટે તે 15 ટકા રહેશે.


12 મહિના સુધી રહેશે માન્ય
હવે એલઆઇસી આઇપીઓને સેબીની મંજૂરી મળ્યા બાદ, આ આઇપીઓ મંજૂરીની તારીખથી 12 મહિનાની મર્યાદા માટે માન્ય છે. કેબિનેટની બેઠકમાં LIC IPO ને લઇને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં ઓટોમેટિક રૂટથી 20 ટકા સુધી પ્રત્યેક્ષ વિકેશી રોકાણની મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય બાદ એલઆઇસીના પ્રસ્તાવિત આઇપીઓમાં વિદેશી રોકાણનો રસ્તો ખુલી ગયો છે. પરંતુ બજારની તૂટતી સ્થિતિને જોતા વિદેશી રોકાણકારોએ બજારમાંથી પોતાના પૈસા પાછા ખેંચી લેવાનું શરૂ કરી દીધું છે.


પોલિસી ધારકો-કર્મચારીઓનો ભાગ રિઝર્વ
એલઆઇસી પોલિસી ધારકો અને કંપનીના કર્મચારીઓ માટે ભાગ રિઝર્વ રાખવામાં આવ્યો છે. બંનેને LIC ઇશ્યૂ ડિસ્કાઉન્ટ પર આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, સેબીમાં સબમિટ કરેલા ડ્રાફ્ટ દસ્તાવેજો અનુસાર ઇશ્યૂનો 10 ટાકા ભાગ પોલિસી ધારકો માટે રિઝર્વ કરવામાં આવ્યો છે. એટલે કે જો તમારી એલઆઇસીની પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો તમે રિઝર્વ કોટમાં બોલી લગાવી શકો છો. આ ઉપરાંત એલઆઇસી કર્મચારીઓ માટે 5 ટકા ભાગ રિઝર્વ હશે.


દેશની સૌથી મોટી વીમા કંપની
ઉલ્લેખનીય છે કે, એલઆઇસીનું માર્કેટ ખુબ જ મજબૂત છે. તેની બજાર ભાગીદારી 64.1 ટકા છે. ક્રિસિલના એક રિપોર્ટ અનુસાર આ દેશની સૌથી મોટી જીવન વીમા કંપની છે. તેનું રિટર્ન ઓન ઇક્વિટી પણ સૌથી વધારે 82 ટકા છે. આ રિપોર્ટ અનુસાર, લાઇફ ઇન્શ્યોરેન્સ પ્રીમિયમ મામલે આ દુનિયાની ત્રીજી સોથી મોટી વીમા કંપની છે. 64 ટકા બજાર ભાગીદારીવાળી આ દુનિયાની સૌથી મોટી વીમા કંપની છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube