LIC IPO: જલદી આવશે LIC નો IPO, આગામી મહિને SEBI માં અરજી કરશે કંપની
LIC IPO: LIC નવેમ્બરમાં SEBI ની પાસે પોતાના આઈપીઓ માટે દસ્તાવેજ જમા કરાવશે. LIC ના આ IPO ને દેશના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ ગણાવવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ LIC IPO: દેશની સૌથી મોટી વીમા કંપની LIC ના પ્રારંભિક જાહેર ઇશ્યૂ (IPO) ની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. કંપની નવેમ્બરમાં ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ની પાસે પોતાના આઈપીઓ માટે દસ્તાવેજ જમા કરાવશે. નાણા મંત્રાલયના એક અધિકારીએ આ વાતની જાણકારી આપી છે. LIC ના આ આઈપીઓને દેશના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO ગણાવવામાં આવી રહ્યો છે.
નાણા મંત્રાલયના અધિકારીએ પીટીઆઈને કહ્યું, 'અમારો ઇરાદો આ આઈપીઓને ચાલુ નાણાકીય વર્ષમાં લાવવાનો છે. અમે તે માટે સમય મર્યાદા નક્કી કરી છે. તે માટે ડીઆરએચપી નવેમ્બરમાં દાખલ કરવામાં આવશે.' મહત્વનું છે કે સરકારે પાછલા મહિને ગોલ્ડમેન સૈશ (ઈન્ડિયા), સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિ., સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિ. અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિ. સહિત 10 મર્ચન્ટ બેન્કરોને એલઆઈસીના આ IPO માટે મેનેજર નિયુક્ત કર્યા છે. જે અન્ય બેન્કરોની પસંદગી કરવામાં આવી છે તેમાં એસબીઆઈ કેપિટલ માર્કેટ લિ., જેએમ ફાઇનાન્શિયલ લિ., એક્સિસ કેપિટલ લિ.સ બોફા સિક્યોરિટીઝ, જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિ., અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિ., સામેલ છે.
આ પણ વાંચોઃ દરરોજ 200 રૂપિયાની બચત, 5 વર્ષ બાદ 5 લાખ રૂપિયા મળવાની ગેરંટી, જાણો સ્કીમ
મર્ચન્ટ બેન્કર રોકાણકારો માટે વૈશ્વિક અને સ્થાનિક રોડ શોનું આયોજન કરવામાં આવશે
નાણા મંત્રાલયના અધિકારીએ સાથે જણાવ્યું કે, 'IPO ના દસ્તાવેજ દાખલ કર્યા બાદ મર્ચન્ટ બેન્કર રોકાણકારો માટે વૈશ્વિક અને ઘરેલૂ રોડ શોનું આયોજન કરીશું. સિરિલ અમરચંદ મંગલદાસને આ આઈપીઓ માટે કાયદાકીય સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. '
સરકાર ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં એલઆઈસીને લિસ્ટેડ કરવાનું લક્ષ્ય ધરાવે છે. "સરકારે એલઆઈસીની અંતર્ગત કિંમત જાણવા માટે એક્ચ્યુરી કંપની મિલીમેન એડવાઈઝર્સ એલએલપી ઈન્ડિયાની નિમણૂક કરી છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (સીસીઈએ) એ આ માટે મંજૂરી આપી હતી. જુલાઈમાં LIC નો IPO ની મંજૂરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube