LIC IPO Share Allotment Status: LIC નો આઈપીઓ દેશનો સૌથી મોટો આઈપીઓ છે જેને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. ઈશ્યૂ લગભગ 3 ગણો ભરાયા બાદ બંધ થયો છે. મળતી માહિતી મુજબ દરેક કેટેગરીમાં તેને ફૂલ સબસ્ક્રિપ્શન મળ્યું છે.  એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે લિસ્ટિંગ સમયે રોકાણકારોને ભરપૂર રિટર્ન મળી શકશે. આઈપીઓમાં કર્મચારીઓનો ભાગ 4.4 ગણો ભરાયો અને પોલીસી હોલ્ડર્સનો ભાગ 6.12 ગણો ભરેલો છે. આ આઈપીઓ દ્વારા લાખો લોકોએ ડિમેટ એકાઉન્ટ ખોલ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે આઈપીઓનું લિસ્ટિંગ સારું થાય તેવી આશા પણ સેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવેની જે પ્રોસિજર છે તે મુજબ એલઆઈસી શેર્સનું અલોટમેન્ટ થશે. અહીં રસપ્રદ વાત એ છે કે આ આઈપીઓનું એક વર્ષ સુધી ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) આવશે નહીં. હવે તમને સવાલ એ થતો હશે કે શેરોનું અલોટમેન્ટ ક્યારે થશે. આગળની પ્રક્રિયામાં શેરોનું અલોટમેન્ટ એટલે કે ફાળવણી 12-13 મેના રોજ થશે. એટલે કે 12 કે 13 તારીખ સુધીમાં તમને ખબર પડી જશે કે આઈપીઓમાં શેર તમને મળ્યા છે કે નહીં. ઈશ્યુ બંધ થયા બાદ કંપની 3 દિવસ આઈપીઓ બીડ્સની ચકાસણી કરે અને ત્યારબાદ 12-13 મેના રોજ શેર અલોટ કરવામાં આવી શકે છે. પછી 17 મેના રોજ LIC IPO શેર બજારમાં લિસ્ટ થઈ શકશે. હવે જો તમે પણ આ આઈપીઓમાં પૈસા રોક્યા હોય તો તમને પણ એમ થતું હશે કે મને મળશે કે નહીં. આ માટે તમે 12મી સુધી રાહ જુઓ. NSE ની વેબસાઈટ્સ પર જઈને ફાળવણી અંગે માહિતી મેળવી શકશો. 


આ રીતે ફાળવણીનું સ્ટેટસ ચેક કરી શકશો
સૌથી પહેલા NSE ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. વેબસાઈટ છે https://www.nseindia.com/ . ત્યારબાદ આગામી પેજ ખુલશે જેના પર ‘equity’ નો વિકલ્પ પસંદ કરી ડ્રોપડાઉનમાં ‘LIC IPO’ સિલેક્ટ કરો. પેજ ખુલતા તમારે તમારો અરજી નંબર અને પાન નંબરની વિગતો આપવાની રહેશે. ત્યારબાદ  'I am not a robot' વેરિફાઈ કરો અને સબમિટનું બટન દબાવો. આમ કરતાની સાથે જ તમારી સામે  LIC IPO શેર અલોટમેન્ટનું સ્ટેટસ ખુલી જશે. ખબર પડશે કે તમને શેર મળ્યા છે કે નહીં. 


LIC IPO ના રોકાણકારોના ડિમેટ એકાઉન્ટમાં 16મી મે સુધીમાં શેર ક્રેડિટ થઈ શકે છે. સરકાર આ આઈપીઓમાં એલઆઈસીના કુલ 22.13 કરોડ શેર વેચી રહી છે. કંપનીના શેર શેરબજારમાં 17 મે સુધીમાં લિસ્ટ થઈ જશે અને તેમાં ટ્રેડિંગ પણ શરૂ થઈ જશે. મેઈન આઈપીઓ માટે 902 રૂપિયાથી 949 રૂપિયાની પ્રાઈસ બેન્ડ રખાઈ હતી. આઈપીઓના એક લોટમાં 15 શેર અપાયા છે. બજાર તજજ્ઞોના મત મુજબ ઈશ્યૂ પ્રાઈસની સરખામણીએ પ્રીમિયમ પર શેર લિસ્ટ થઈ શકે તેવી શક્યતા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube