LIC IPO: ભારતીય જીવન વિમા નિગમનો આઇપીઓ ઓપન છે. જો તમે પણ આઇપીઓમાં રોકાણ કરવા માંગો છો. તો આગામી શનિવાર અને રવિવારે પણ પૈસા રોકી શકો છો. એલઆઇસી આઇપીઓ 4 મે થી 9 મે 2022 સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન છે. એલઆઇસીએ પોતાના સબ્સક્રાઇબર્સની સુવિધા માટે શનિવાર (7 મે) અને રવિવાર (8 મે) ના રોજ સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી આઇપીઓ માર્કેટ ટાઇમિંગ નક્કી કર્યો છે. આ દરમિયાન સબ્સક્રિપ્શન લઇ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે LIC IPO માટે પ્રાઇસ બેંડ 902 થી 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જેમાં પોલિસી હોલ્ડર્સને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમારી પોલિસીમાં તમારી પાન ડીટેલ્સ લિંક હોવું જોઇએ. પોલિસીમાં પાન કાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી હતી. 


જો તમારી પાસે  LIC IPO ના DRHP ફાઇલ કરાવવાના દિવસે એટલે કે 13 ફેબ્રુઆરી 2022 પહેલાં એલઆઇસીની કોઇ પણ પોલિસી છે, તો આ આઇપીઓમાં ડિસ્કાઉન્ટ લઇ શકો છો. આ વાતથી કોઇ ફરક પડતો નથી કે તમારી પોલિસી કેટલી જૂની છે અને તેની સાઇઝ શું છે. એલઆઇસીની નાની પોલિસીને ઓછું ડિસ્કાઉન્ટ મળશે અને મોટી પોલિસીને વધુ ડિસ્કાઉન્ટ મળશે, એવું બિલકુલ પણ નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube