નવી દિલ્હી. LIC IPO: જો તમે પણ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ના ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)ની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. LICના અધિકારીઓનું કહેવું છે કે માર્ચ 2022 સુધીમાં LICનો IPO ચોક્કસપણે બજારમાં આવશે. અહેવાલો અનુસાર LICનો IPO માર્ચ મહિનામાં લોન્ચ થશે. એવો અંદાજ છે કે IPOનું લોન્ચિંગ 15 માર્ચની આસપાસ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન્યુઆરીના અંત સુધીમાં ડ્રાફ્ટ રજૂ કરશે LIC
PTI ના અહેવાલ મુજબ, સરકાર જાન્યુઆરીના અંત સુધીમાં તેની મંજૂરી માટે માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડ્રાફ્ટ રજૂ કરશે. આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે LIC ના જુલાઈ-સપ્ટેમ્બર 2021 ના નાણાકીય ડેટાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. તેના સિવાય ફંડ વહેંચણીની પ્રક્રિયા પણ ચાલી રહી છે.


આયકર વિભાગે 1.59 કરોડ કરદાતાઓને પાછું આપ્યું રિફંડ, શું તમને રિફંડ મળ્યું? આવી રીતે તપાસો


ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આવવાનું સુનિશ્ચિત
અહેવાલો અનુસાર LIC અધિકારીએ જણાવ્યું છે કે અમે આ મહિનાના અંત સુધીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે IPO સંબંધિત ડ્રાફ્ટ પ્રસ્તાવ સબમિટ કરવાની અપેક્ષા રાખીએ છીએ. એ વાત નક્કી છે કે ચાલું નાણાકીય વર્ષના અંત સુધીમાં LICના IPO આવશે તે નિશ્ચિત છે. LIC નો IPO (lic ipo news) ચાલું નાણાકીય વર્ષ માટે રૂ. 1.75 લાખ કરોડ રૂપિાના વિનિવેશ લક્ષ્યાંકને હાંસલ કરવાના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અત્યાર સુધી સરકાર અનેક જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU)ના ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી માત્ર રૂ. 9,330 કરોડ એકત્ર કરી ચુકી છે.


ખુશખબર! તહેવારો ટાણે આટલા રૂપિયા સસ્તું થયું ખાદ્ય તેલ, જાણો હવે શું છે નવા ભાવ?


10 મર્ચન્ટ બેન્કર્સની થઈ નિમણૂંક
સરકારે દેશની સૌથી મોટી વીમા કંપની LICના પ્રારંભિક ઈશ્યુનું સંચાલન કરવા માટે ગત સપ્ટેમ્બરમાં 10 મર્ચન્ટ બેન્કર્સની નિમણૂંક કરી હતી. તેમાં ગોલ્ડમેન સૅક્સ, સિટીગ્રુપ અને નોમુરાનો સમાવેશ થાય છે. જ્યારે, કાયદાકીય સલાહકાર સ્વરૂપે સિરિલ અમરચંદ મંગળદાસને નામાંકિત કરવામાં આવ્યા હતા. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગત વર્ષે જુલાઈમાં LICના ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી હતી. આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO માનવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube