LIC Policy: એલઆઈસીની સુપરહિટ સ્કીમ, મહિને 233 રૂપિયાના રોકાણ પર મળશે 17 લાખ, ટેક્સમાં પણ છૂટ
LIC Jeevan Labh Plan: એલઆઈસી જીવન લાભ એક જબરદસ્ત સ્કીમ છે. તેમાં તમે દર મહિને માત્ર 233 રૂપિયા જમા કરી 17 લાખ સુધીનું મોટુ ફંડ સરળતાથી મેળવી શકો છો. આવો જાણીએ આ સુપરહિટ સ્કીમ વિશે...
નવી દિલ્હીઃ એલઆઈસી સમય-સમય પર પોતાના ગ્રાહકો માટે શાનદાર સ્કીમ રજૂ કરે છે. એલઆઈસી દરેક વર્ગના લોકો માટે યોજનાઓ બનાવે છે. તેવામાં જો તમે પણ સુરક્ષિત રોકાણની સાથે લાખોપતિ બનવા ઈચ્છો છો તો એલઆઈસીની પોલિસી તમારા માટે ખુબ કામની છે. એલઆઈસી જીવન લાભ એક એવી પોલિસી છે, જેમાં તમે દર મહિને માત્ર 233 રૂપિયા જમા કરી 17 લાખનું મોટુ ફંડ મેળવી શકો છો. આવો જાણીએ આ પોલિસી વિશે.
એલઆઈસી જીવન લાભ
આ એક નોન લિંક્ડ પોલિસી છે, જેનું નામ છે- જીવન લાભ (LIC jeevan Labh, 936). આ કારણે પોલિસીનો શેર માર્કેટ સાથે કોઈ સંબંધ નથી. બજાર ઉપર જાય કે નીચે તેની અસર તમારા પૈસા પર પડશે નહીં. એટલે કે આ સ્કીમમાં તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ એક લિમિટેડ પ્રીમિયમ પ્લાન છે. આ પ્લાન બાળકોના લગ્ન, શિક્ષણ અને પ્રોપર્ટીની ખરીદીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ત્રણ સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, 90KM સુધીની મળશે રેન્જ, કિંમત 66 હજારથી શરૂ
પોલિસીની ખાસિયત
- એલઆઈસીની જીવન લાભ પોલિસી નફો અને સુરક્ષા બંને આપે છે.
- આ પોલિસીને 8 વર્ષથી 59 વર્ષના લોકો સરળતાથી લઈ શકે છે.
- 16થી 25 વર્ષ સુધી પોલિસીની ટર્મ લઈ શકાય છે.
- ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ લેવો પડશે.
- તેમાં વધુમાં વધુ રકમની કોઈ મર્યાદા નથી.
- ત્રણ વર્ષ સુધી પ્રીમિયમ ભરવા પર લોનની સુવિધા પણ મળે છે.
- પ્રીમિયમ પર ટેક્સ છૂટ અને પોલિસી ધારકના નિધન પર નોમિનીને વીમાની રકમ અને બોનસનો લાભ મળે છે.
નોમિનીને મળશે ડેથ બેનીફિટ
જો પોલિસી ધારકનું મૃત્યુ પોલિસી સમય દરમિયાન થાય છે અને તેના મૃત્યુ સુધી તમામ પ્રીમિયમ ભર્યું છે, તો તેના નોમિનીને મૃત્યુ લાભના રૂપમાં મૃત્યુ પર મળનાર વીમાની રકમ, સિમ્પલ રિવર્સનરી બોનસ અને ફાઇનલ એડીશન બોનસ મળે છે. એટલે કે નોમિનીને વધારાની વીમા રકમ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube