LIC Policy: એલઆઇસીની સુપરહિટ સ્કીમ! 233 રૂપિયાના મંથલી રોકાણ પર મળશે 17 લાખ, ટેક્સમાં પણ માફી
LIC Jeevan Labh Policy: આ એક નોન લિંક્ડ પોલિસી છે જેનું નામ છે- જીવન લાભ (LIC jeevan Labh, 936). આ કારણે આ પોલિસીને શેર માર્કેટ સાથે કોઇ સંબંધ નથી. બજાર ઉપર જાય કે નીચે તેની અસર તમારા પૈસા પર બિલકુલ નહી પડે.
LIC Jeevan Labh Policy: એલઆઇસી (LIC) સમયાંતરે પોતાના ગ્રાહકો માટે શાનદાર સ્કીમ રજૂ કરે છે. એલઆઇસી (LIC) દરેક વર્ગના લોકો માટે યોજનાઓ બનાવે છે. એવામાં જો તમે પણ સુરક્ષિત રોકાણ સાથે લાખોપતિ બનવા માંગો છો તો એલઆઇસીની પોલિસી તમારા માટે એકદમ કામની છે. એલઆઇસી જીવન લાભ (LIC Jeevan Labh Policy) એક એવી જ પોલિસી છે જેમાં તમે દર મહિને ફક્ત 233 રૂપિયા જમા કરાવીને 17 લખ રૂપિયાનું મોટું ફંડ મેળવી શકો છો. આવો જાણીએ આ પોલિસી વિશે.
એલઆઇસી જીવન લાભ
આ એક નોન લિંક્ડ પોલિસી છે જેનું નામ છે- જીવન લાભ (LIC jeevan Labh, 936). આ કારણે આ પોલિસીને શેર માર્કેટ સાથે કોઇ સંબંધ નથી. બજાર ઉપર જાય કે નીચે તેની અસર તમારા પૈસા પર બિલકુલ નહી પડે. એટલે કે આ સ્કીમમાં તમારા પૈસા પુરી રીતે સુરક્ષિત રહે છે. આ એક લિમિટેડ પ્રીમિયમ પ્લાન (Limited Premium Plan) છે. આ પ્લાન બાળકોના લગ્ન, અભ્યાસ અને પ્રોપર્ટીની ખરીદીને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યો છે.
પોલીસીની ખાસિયત
એલઆઇસીની જીવન લાભ (LIC Jeevan Labh Plan feature) પોલિસી ફાયદો અને સુરક્ષા બંને આપે છે.
આ પોલિસીને 8 થી 59 વર્ષની ઉંમરના લોકો સરળતાથી લઇ શકે છે.
16 થી 25 વર્ષ સુધી પોલિસીનો ટર્મ લઇ શકાય છે.
ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ લેવો પડશે.
તેમાં મેક્સિમમ રકમની કોઇ સીમા નથી.
3 વર્ષ સુધી પ્રીમિયમ ભરવા પર લોનની સુવિધા પણ મળે છે.
પ્રીમિયમ પર ટેક્સ છૂટ અને પોલિસી ધારકના મૃત્યું પર નોમિનીને વિમિત રકમ અને બોનસના લાભ મળે છે.
નોમિનીને મળશે ડેથ બેનીફિટ
જો પોલિસી ધારકનું મૃત્યું પોલિસીની અવધિ દરમિયાન થાય છે અને તેના મૃત્યું સુધી તમામ પ્રીમિયમ જમા કરવામાં આવ્યું છે, તો તેના નોમિનીને મૃત્યું લાભના રૂપમાં મૃત્યું પર મળનાર વિમિત રકમ, સિંપલ રિવર્સનરી બોનસ અને ફાઇનલ એડીશન બોનસ મળે છે. એટલે કે નોમિનીને વધારાની વિમા રકમ મળશે.