LIC એ લોન્ચ કર્યો જબરદસ્ત પ્લાન, મૃત્યુની છેલ્લી ઘડી સુધી મળતા રહેશે રૂપિયા
આ પ્લાનને તમે 21 ઓક્ટોબર 2020 થી ઓફલાઈન કે ઓનલાઈન બંને રીતે ખરીદી શકો છો. આ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, વ્યક્તિગત, એકલ પ્રીમિયમ, ડિફર્ડ એન્યુટી પ્લાન છે
ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય જીવન વીમા કંપની (Life Insurance Corporation) સમય સમય પર પોતાના ગ્રાહકો માટે નવો પ્લાન લાવતી રહે છે. કંપની આ વખતે ગ્રાહકો માટે નવી જીવન શાંતિ ડિફર્ડ એન્યુટી પ્લાન (New Jeevan Shanti deferred annuity plan) લઈને આવી છે. આ પ્લાનને તમે 21 ઓક્ટોબર 2020 થી ઓફલાઈન કે ઓનલાઈન બંને રીતે ખરીદી શકો છો. આ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, વ્યક્તિગત, એકલ પ્રીમિયમ, ડિફર્ડ એન્યુટી પ્લાન છે. એલઆઈસી (LIC) ના આ પ્લાનમાં ગ્રાહકોને લોનની સુવિધા પણ મળશે.
એલઆઈસીએ એક નિવેદનમાં આ પ્લાન અંગે કહ્યું કે, નવી જીવન શાંતિ પોલિસી માટે વાર્ષિક દરની ગેરેન્ટી પોલિસીની શરૂઆતમાં જ આપવામાં આવે છે.
પહેલો ઓપ્શન
આ પ્લાનમાં પહેલો વિકલ્પ સિંગલ લાઈફ માટે ડિફર્ડ એન્યુટી છે. આ ઓપ્શનમાં ડિફ્રન્ટમેન્ટ સમય બાદ એન્યુટી પેમેન્ટ મેળવનારાના જીવન સુધી ચાલુ રહેશે. જો એન્યુટી મેળવનારનું દુર્ભાગ્યવશ મૃત્યુ થઈ જાય છે, તો આ કન્ડીશનમાં એન્યુટી મેળવનારના નોમિનીને તેનો ફાયદો મળશે.
આ પણ વાંચો : PM મોદીને કરોડોના ભ્રષ્ટાચારની ટ્વીટ કર્યા બાદ સુરતના BJPના નેતાના ઘરે પડ્યા IT ના દરોડા
બીજો ઓપ્શન
સિંગલ ઉપરાંત તમે જોઈન્ટ લાઈફ માટે ડિફર્ટ એન્યુટી કરાવી શકો છો. તેમાં ડિફરમેન્ટ સમય બાદ એન્યુટી પેમેન્ટ્સ ત્યા સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી પહેલો કે બીજી વ્યક્તિ જીવિત રહે છે. જો ડિફરમેન્ટ સમય દરમિયાન બંનેનુ મૃત્યુ થઈ જાય છે, તો તેનુ વળતર નોમિનીને કરવામાં આવે છે.
જોઈન્ટ લાઈફ એન્યુટી
તમને જણાવી દઈએ કે, જોઈન્ટ લાઈફ એન્યુટી એક પરિવાર માટે માત્ર બે લોકો વચ્ચે લઈ શકાય છે. જેમ કે, દાદા-દાદી, માતા-પિતા, બે બાળકો, બે ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ, પતિ-પત્ની કે ભાઈ-બહેન.
આ પણ વાંચો : વ્યાજે રૂપિયા આપતા કે લેતા પહેલા જ્યોતિષના આ નિયમો યાદ રાખજો, રવિવાર ખાસ વાંચવો
ખર્ચ કરવા પડશે 1,50,000 રૂપિયા
આ પ્લાનને ખરીદવા માટે તમારે ઓછામાં ઓછા 150000 રૂપિયાનું ઈન્વેસ્ટ કરવાનું રહેશે. એન્યુટીને તમે વાર્ષિક, 6 મહિના, 3 મહિના અને મંથલી મોડમાં લઈ શકો છો. તે ખરીદનારા પર નિર્ભર કરે છે. આ પ્લાનમાં ઓછામાં ઓછી આવક 12,000 રૂપિયા છે. અહી અધિકતમ ખરીદ મૂલ્યની કોઈ સીમા નથી.
કોણ લઈ શકે છે પ્લાન
આ પ્લાનમાં 30 વર્ષથી લઈને 79 વર્ષ સુધીના લોકો લઈ શકે છે.
ડિફરમેન્ટ પિરિયડ
તેમાં મિનિમમ ડિફરમેન્ટ પિરિયડ એક વર્ષનો છે, અને વધુ ડિફરમેન્ટ પિરિયડ 12 વર્ષનો છે.
ઈન્સેન્ટિવ
આ યોજનામાં પાંચ લાખ અને વધુની ખરીદીની કિંમત પર એક ઈન્સેન્ટિવ પણ મળશે. આ ઈન્સેન્ટિવ એન્યુટી દરમાં વધારાના રૂપમાં હશે. હેન્ડીકેપ્ડ લોકો આ પ્લાનને 50,000 રૂપિયામાં ખરીદી શકો છો.