નવી દિલ્હીઃ વૈશ્વિક ફુગાવો, ફેડના ઊંચા દરો અને ભૌગોલિક રાજકીય તણાવ હોવા છતાં, ભારતીય શેરબજારમાં વર્ષ 2023માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. મુખ્ય સૂચકાંકો સતત ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યા છે. દરમિયાન, ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICએ પણ બજારમાંથી બમ્પર નફો મેળવ્યો છે. દેશની આ સૌથી મોટી વીમા કંપની તેના પોર્ટફોલિયો (LIC પોર્ટફોલિયો)નો અમુક હિસ્સો શેરબજારમાં રોકાણ કરે છે. LICએ આ વર્ષે તેના પોર્ટફોલિયોમાં રૂ. 2.28 લાખ કરોડનો નફો કર્યો છે. LICને ભારતનો સૌથી મોટો બુલ પણ માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

260 કંપનીઓમાં LIC એ લગાવ્યા છે પૈસા
એલઆઈસીએ ભારતમાં લિસ્ટેડ આશરે 260 કંપનીઓમાંથી રોકાણ કર્યું છે. એસીઈ ઇક્વિટીના આંકડા અનુસાર એલઆઈસીની કુલ હોલ્ડિંગ્સની માર્કેટ વેલ્યૂ પાછલા વર્ષે ડિસેમ્બરમાં 9.61 લાખ કરોડ રૂપિયાની તુલનામાં વધી 11.89 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. માર્કેટ વેલ્યૂની ગણતરી સપ્ટેમ્બરના અંત સુધી એલઆઈસીની શેરહોલ્ડિંગ અને શેરની તાજા માર્કેટ પ્રાઇઝના આધારે કરવામાં આવી છે.


નિફ્ટીએ આપ્યું શાનદાર રિટર્ન
વર્ષ 2023માં અત્યાર સુધી નિફ્ટી 50એ 18 ટકાનું રિટર્ન આપ્યું છે. નિફ્ટીનો 52 વીક લો આ વર્ષે માર્ચમાં નોંધાયો હતો. આ લેવલથી ઈન્ડેક્સમાં 28 ટકાથી વધુની તેજી જોવા મળી છે. નિફ્ટીએ બુધવારે 21,675.75 નો નવો ઓલ ટાઈમ લેવલ બનાવ્યું છે.


આ પણ વાંચોઃ ₹11 ના શેરમાં આવ્યું તોફાન, એક વર્ષમાં 122 રૂપિયા પર પહોંચ્યો ભાવ, ઈન્વેસ્ટરો ખુશ


આ સ્ટોકે આપ્યું સૌથી વધુ રિટર્ન
એલઆઈસીને નિફ્ટી50 પોર્ટફોલિયોએ આ વર્ષે શાનદાર રિટર્ન આપ્યું છે. નિફ્ટીના 50 શેરમાંથી 40 સ્ટોકે આ વર્ષે 2023માં અત્યાર સુધી 86 ટકા સુધીનું ડબલ ડિઝિટ રિટર્ન આપ્યું ચે. ટોપ-5 શેર કોલ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ઓટો, ટાટા મોટર્સ અને એનટીપીસી રહ્યાં છે. 


52 વીક હાઈ પર એલઆઈસીનો શેર
એલઆઈસીના શેરની વાત કરીએ તો આ સમયે પોતાના 52 વીક હાઈ લેવલની નજીક ટ્રેડ કરી રહ્યો છે. એલઆઈસીનો સ્ટોક બુધવારે 825 રૂપિયાના 52 વીક હાઈ લેવલ પર પહોંચ્યો હતો. આ શેર 820.30 રૂપિયા પર બંધ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube