નવી દિલ્હી: ભારતીય જીવન વીમા નિગમે (LIC) શુક્રવારના તેમના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ (LIC New Rules 2021) અનુસાર હવે LIC માટે દર શનિવારના પબ્લિક હોલિડે (public holiday) માનવામાં આવશે. એટલે કે આ દિવસે LIC ની તમામ બ્રાન્ચ બંધ રહેશે અને કોઈપણ પ્રકારનું કામ થઈ શકશે નહીં. એવામાં જો તમારે સોમથી શુક્રવારની વચ્ચે તમામ કામ પૂરા કરવાના રહશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એક્ટ હેઠળ થયા ફેરફારો
કેન્દ્ર સરકારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 ની કલમ 25 હેઠળ આ ફેરફારો કર્યા છે. LIC ના એક લાખથી વધુ કર્મચારીઓને આ ફેરફારનો લાભ મળશે.


કર્મચારીઓ માટે ભેટ કરતાં કંઇ ઓછું નથી
LIC કર્મચારીઓના 1 ઓગસ્ટ, 2017 થી વેજ રિવિઝન બાકી છે. દરમિયાન, અઠવાડિયામાં વધુ એક રજા મેળવવી એ LIC ના કર્મચારીઓ માટે સારા સમાચારથી ઓછું નથી. આ અંગે યુનિયનના નેતાઓ સાથેની બેઠક બાદ મેનેજમેન્ટની અંતિમ દરખાસ્ત સરકારને મોકલવામાં આવશે અને નાણાં મંત્રાલય જાહેરનામું બહાર પાડતા પહેલા તેમાં ફેરફાર કરી શકે છે.


LIC એ જાહેર કર્યું ફેક કોલ એલર્ટ
અમારી ભાગીદાર વેબસાઇટ ZEE બિઝનેશના સમાચાર મુજબ, LIC એ તેના ગ્રાહકોને ફેક કોલ વિશે ચેતવણી આપી છે. LIC દ્વારા આપવામાં આવેલી આ માહિતીને જાણવી તમારા માટે ખૂબ મહત્વની છે કારણ કે, કેટલાક છેતરપિંડી કરનારાઓ LIC ના અધિકારીઓને, એજન્ટો અથવા આઈઆરડીએ અધિકારીઓ બનીને ગ્રાહકોને કોલ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube