નવી દિલ્હીઃ LIC Saral Pension Plan: દેશભરમાં લોકોને વીમો કરાવવા માટે સૌથી વધુ ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation) પર વધુ વિશ્વાસ છે. આજના સમયમાં લોકો જીવન વીમા સાથે જોડાયેલી પોલિસીમાં ખુબ રોકાણ કરે છે. જો તમે પણ સિક્યોર રોકાણ ઈચ્છો છો તો તમારા માટે એલઆઈસી જબરદસ્ત પ્લાન લઈને આવ્યું છે. તેમાં રોકાણ કરવા પર તમને પહેલીવાર જેટલું પેન્શન મળશે, એટલું જીવનભર મળતું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIC Saral Pension Yojana
આ સમાચારમાં અમે તમને એલઆઈસીની સરળ પેન્શન યોજના  (LIC Saral Pension Yojana) વિશે જણાવી રહ્યાં છીએ. આ એક ઇમીડિએટ એન્યૂટી પ્લાન છે. તેમાં તમને પોલિસી લેવાની સાથે પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે, આ એક સિંગલ પ્રીમિયમ પેન્શન પ્લાન છે. 


60 વર્ષની ઉંમર સુધી રાહ જોવાની નથી
તેમાં સૌથી સારી વાત છે કે આ પોલિસી લીધા બાદ તમને પહેલીવાર જેટલું પેન્શન મળશે. તે પેન્શન તમને જીવનભર મળતું રહેશે. તેમાં રોકાણ બાદ તમારે પેન્શન માટે 60 વર્ષથી વધુ ઉંમર સુધી રાહ જોવાની જરૂર નથી. આ સ્કીમમાં તમને માત્ર 40 વર્ષની ઉંમરમાં પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. 


આ પણ વાંચોઃ Multibagger Stock: પૈસા છાપવાનું મશીન છે આ સ્ટોક! 1 લાખના બનાવી દીધા 5 કરોડ રૂપિયા


આ રીતે ઉઠાવો સ્કીમનો ફાયદો
તમને જણાવી દઈએ કે આ સરળ પેન્શન યોજનાનો લાભ તમે બે રીતે ઉઠાવી શકો છો. તેમાં પહેલા સિંગલ લાઇફ છે, જેમાં પોલિસી કોઈ એકના નામ પર રહેશે. તેના મૃત્યુ પર બેસ પ્રીમિયમની રકમ નોમિનીને મળે છે. સાથે બીજો વિકલ્પ છે જોઈન્ટ લાઇફ. તેમાં પતિ પત્ની બંનેને કવર કરવામાં આવે છે. પહેલા પ્રાઇમરી પેન્શનધારકને પેન્શન મળે છે અને મૃત્યુબાદ તેના જીવનસાથીને પેન્શન આપવામાં આવશે. જો બંનેનું મૃત્યુ થઈ જાય છે તો તેના મૃત્યુબાદ બેસ પ્રીમિયમની રકમ તેના પરિવારજનોના નોમિનીનો આપવામાં આવશે. 


આ લોકો લઈ શકે છે પ્લાન
આ પ્લાનનો ફાયદો ઓછામાં ઓછા 40 વર્ષ અને વધુમાં વધુ 80 વર્ષના વ્યક્તિ લઈ શકે છે. તેમાં પેન્શન જ્યાં સુધી પેન્શનધારક જીવિત છે ત્યાં સુધી મળતું રહે છે. સાથે પોલિસીને શરૂ થવાના છ મહિના બાદ ગમે ત્યારે બંધ કરી શકાય છે. તેમાં તમને પેન્શન માટે દર મહિને, દર 3 મહિને, દર 6 મહિને કે 12 મહિનામાં એકવાર લઈ શકો છો.


શું છે શરત
આ પ્લાનમાં તમને શરૂઆતી છ મહિના બાદ લોન મળવાનું શરૂ થઈ જશે. તમે છ મહિના બાદ સ્કીમમાંથી બહાર નિકળી શકો છો. તેમાં દર વર્ષે 5 ટકાનું ચોક્કસ વ્યાજ મળે છે. તમે જ્યાં સુધી જીવિત છો ત્યાં સુધી તમને પેન્શન મળશે. 


આ રીતે મળશે 1 લાખ રૂપિયાનું પેન્શન
આ યોજનામાં તમારે ઓછામાં ઓછુ 1000 રૂપિયા કે 12,000 રૂપિયાનું વાર્ષિક પેન્શન લેવું પડશે. તમારે તે માટે 2.5 લાખ રૂપિયાનું રોકાણ પડશે. તેમાં પેન્શન લેવાની કોઈ મર્યાદા નથી. તમે 10 લાખ રૂપિયાનું સિંગલ પ્રીમિયમ આપી દર વર્ષે 50250 રૂપિયાનું પેન્શન લઈ શકો છો. અહીં તમારી ઉંમર 40 વર્ષ હોવી જોઈએ. આ રીતે 1 લાખ રૂપિયાના વાર્ષિક પેન્શન માટે તમારે એકવારમાં 20 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube