નવી દિલ્લીઃ મહિલાઓને આત્મનિર્ભર અને સેલ્ફ સપોર્ટિવ બનાવવા માટે LIC આધારશિલા (Aadhaar Shila) નામની સ્કીમ ચલાવે છે. LICનો હેતુ માત્ર મહિલાઓને ટેકો આપવાનો છે. આ સ્કીમમાં 8 વર્ષની ઉંમરથી લઈને 55 વર્ષની ઉંમર સુધીની મહિલાઓનો સમાવેશ થાય છે. જરૂરી નથી કે આ સ્કીમમાં મોટી રકમથી શરૂઆત કરવી. તમે આ સ્કીમમાં નાની રકમથી પણ શરૂઆત કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 વર્ષની ઉંમરમાં જરૂર ખબર હોવી જોઈએ આ વાતો...શું તમને ખબર છે?

સ્કીમમાં ભાગ લેવા માટે તમે રોજ તમારી પાસે 29 રૂપિયા ભેગા કરો. રોજના 29 રૂપિયા ભેગા કરશો તો તમને  3.97 લાખ રૂપિયા મળશે.  LICની આ પોલિસી સુરક્ષા (policy protection) ની સાથે કવરેજ પણ આપે છે. જ્યારે તમે મેચ્યોર થઈ જશો ત્યારે  તમે જેટલી રકમ ભરી હશે તેટલી કલેક્ટ કરી શકશો. આ દરમિયાન વીમા ધારકનું મૃત્યુ થઈ જાય તો તમારા બધા રૂપિયા ફાઈનાન્શિયલ હેલ્પ તરીકે તમારા પરિવારને આપવામાં આવશે. આમાં ઓછામાં ઓછી રકમ 75,000 અને વધુમાં વધુ  3,00,000 રૂપિયા છે. પોલિસીનો સમય 10થી 20 વર્ષ સુધીનો છે.

આ યોજનાનો શું છે હેતુ?
LIC Aadhaar Shila આ યોજના મહિલાઓને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવી છે. આ પોલિસીનો ફાયદો માત્ર એ મહિલાઓ ઉઠાવી શકશે જેની પાસે UIDAI તરફથી આધારકાર્ડ  (Aadhaar Card) મળેલું હોય. આ એક ગેરંટી રિટર્ન એન્ડોમેન્ટ પ્લાન (Guaranteed Return Endowment Plan) છે. આમાં મહિલાઓને Bonus, Saving જેવા ફાયદા મળશે. જો કોઈ મહિલા આમાં ઈન્વેસ્ટ કરવા માગે છે  LIC બ્રાન્ચ અને એજન્ટ સાથે સંપર્ક કરી શકે છે.

લાખોનો થશે ફાયદો:
31 વર્ષની ઉંમરમાં જે મહિલા પોલિસી માટે 20 વર્ષ સુધી રોજ આમાં 29 રૂપિયા ઈન્વેસ્ટ કરશે તો તેને પ્રથમ વર્ષનું પ્રીમિયમ 4.5 ટકા ટેક્સની સાથે 10,959 રૂપિયા થશે.  આગળનું પ્રીમિયમ 2.25 ટકાની સાથે 10,723 રૂપિયા આવશે. આમાં કુલ 2,14,696 રૂપિયા જમાં કરવાના રહેશે. એ મહિલાઓ પર આધાર રાખે છે કે તે આમાં મહિને  ક્વાર્ટરલી કે  6 મહિનાના આધાર પર પ્રીમિયમ જમા કરે છે. 20 વર્ષ પછી તમને મિચ્યોરિટી પર 3.97 લાખ રૂપિયા મળશે.

પોલિસીને 15 દિવસમાં કરી શકાય છે કેન્સલ:
જેને પણ પોલિસીમાં કોઈ ઈન્ટર્સ્ટ ના હોય અથવા લીધેલી પોલિસીને કેન્સલ કરવાનું મન હોય તો LIC આ માટે પણ સુવિદ્યા આપે છે. પ્લાન લીધાના 15 દિવસમાં તમે પોલિસી કેન્સલ કરાવી શકો છો.

ભારે પડી આ એક ભૂલ અને તૂટી ગયું ભઈનું લિંગ! બેડ પર 'બાદશાહ' બનતા પહેલાં આટલું જાણી લો, નહીં તો... 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube