LIC Scheme: બચત અને વીમો બંને જીવનમાં મહત્વપૂર્ણ છે. આના દ્વારા નાણાકીય સુરક્ષાની ખાતરી મળે છે. મુશ્કેલ સમયમાં બચત કામ આવે છે. 
આજકાલ લોકો પિગી બેંકને બદલે એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમને સારું વળતર અને સુરક્ષા મળે. ભારતીય જીવન વીમા નિગમ ઘણા યોજના ચલાવી રહ્યું છે. અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવી રહ્યાં છીએ જેમાં દરરોજ 166 રૂપિયાનું રોકાણ કરી 50 લાખ સુધીનું ફંડ તૈયાર કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કીમના ફીચર્સ
આ સ્કીમનું નામ એલઆઈસી વીમા રત્ન પોલિસી છે. આ એક ખાસ વીમા સ્કીમ છે. તે નિવૃત્તિ બાદ તમને નાણાકીય સુરક્ષા પ્રદાન કરી શકે છે. તેમાં ડેથ અને મેચ્યોરિટી બેનિફિટ્સની સાથે-સાથે એક્સ્ટ્રા ગેરેન્ટેડ એડીશનનો પણ લાભ મળે છે, જે ફાઇનલ પેઆઉટને વધારવામાં મદદ કરે છે. તમે મહિને, ત્રણ મહિને, છ મહિને અને વર્ષે પ્રીમિયમની ચુકવણી કરી શકો છો. પ્રીમિયમ પર છૂટ પણ મળે છે. સાથે ગેરેન્ટેડ બોનસનો લાભ પણ મળે છે. સ્કીમ હેઠળ 30 દિવસનો ફ્રી લુક પીરિયડ મળે છે.


આ પણ વાંચોઃ 8 કંપનીનો આઈપીઓ આગામી સપ્તાહે થશે ઓપન, દાવ લગાવવા રહો તૈયાર, જાણો વિગત


કોણ કરી શકે છે રોકાણ?
પોલિસીમાં 15, 20 અને 25 વર્ષો માટે રોકાણ કરી શકાય છે. પ્રવેશની ઉંમર 15 વર્ષ માટે ઓછામાં ઓછી 5 વર્ષ અને મહત્તમ 55 વર્ષ હોવી જોઈએ. મહત્તમ બેસિક સમ એશ્યોર્ડ 5 લાખ રૂપિયા હોય છે. 90 દિવસથી 55 વર્ષની કોઈપણ વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે. સગીરના 18 વર્ષ પૂરા થતાં આ સ્કીમ તેના નામ પર થઈ જાય છે.


આ રહી ગણતરી
જો કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયાનું રોકાણ 15 વર્ષના પ્લાનમાં કરે છે તો મેચ્યોરિટી દરમિયાન આશરે 9 લાખ રૂપિયાનું રિટર્ન પ્રાપ્ત કરી શકે છે. તેવામાં તમારે દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એટલે કે દરરોજ 166 રૂપિયાની બચત કરવી પડશે. 25 વર્ષના પ્લાનનો વિકલ્પ પસંદ કરવા પર આશરે 50 લાખ રૂપિયાનું ફંડ બની જાય છે.