પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જાહેર ક્ષેત્રની કંપનીઓને લઈને ફરીથી એકવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની કંપનીઓ રેકોર્ડબ્રેક રિટર્ન આપી રહી છે અને તેના પર રોકાણકારોનો ભરોસો વધી રહ્યો છે. તેમણે દેશની સૌથી મોટી વીમા કંપની LIC નો ઉલ્લેખ કર્યો. તેમના ઉલ્લેખ કરતાની સાથે જ આ શેર રોકેટ બની ગયો અને 1050 રૂપિયાના ન્યૂ ઓલ ટાઈમ હાઈ પર બંધ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો શેર
ગત ચાર કારોબારી સત્રોથી સતત એલઆઈસીના શેરમાં તેજી છે. આ તેજીમાં તે 937 રૂપિયાથી વધીને 1050 રૂપિયા પર પહોંચી ગયો જે 12 ટકા ઉછાળો દર્શાવે છે. કેલેન્ડર યર 2023માંઆ સ્ટોકે 23 ટકાનું દમદાર રિટર્ન આપ્યું છે. ક્લોઝિંગના આધારે ફક્ત 3 મહિનામાં આ સ્ટોકે 70 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. 2023માં આ સ્ટોકે 29 માર્ચના રોજ 530 રૂપિયાનું લો બનાવ્યું હતું. તેની સરખામણીમાં તે ડબલ થઈ ચૂક્યો છે. મે 2022માં તેનો આઈપીઓ 949 રૂપિયાના સ્તરે આવ્યો હતો. આજે બજાર ખુલતા જ એલઆઈસીના સ્ટોકમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. હાલ છેલ્લી માહિતી મુજબ એલઆઈસીના શેર 1090 રૂપિયા પર જોવા મળી રહ્યા છે. 


હોલ્ડ કરો!
માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું કે રોકાણકારોએ LIC ના શેરમાં રોકાણ રાખી મૂકવું જોઈએ. જ્યારે આ શેર 700 રૂપિયાના સ્તરે હતો ત્યારેથી તેમાં ખરીદ અને રાખી મૂકવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે તમે એલઆઈસીની પોલીસી 10-20 વર્ષ માટે ખરીદી શકો છો તો સ્ટોકમાં આટલી ઉતાવળ કેમ કરો છો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube