LIC Dhan Sanchay Saving Plan Launch: એલઆઇસી સમયાંતરે ગ્રાહકો માટે યોજનાઓ રજૂ કરે છે. એકવાર ફરી લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (LIC) એ નવી વિમા પોલિસી લોન્ચ કરી છે જેનું નામ ધન સંચય (LIC Dhan Sanchay Saving Plan). આ યોજના 14 જૂનના રોજ રોકાણ માટે ખોલવામાં આવી છે, એટલે કે 14 જૂનથી તેમાં રોકાણ કરી શકો છો. LIC Dhan Sanchay Policy હેઠળ પોલિસીધારકનું મૃત્યું થતાં પોલિસીના સમયગાળા દરમિયાન પરિવારને આર્થિક મદદ મળશે. એટલું જ નહી, તેમાં પોલિસીની મેચ્યોરિટી બાદ પેઆઉટ અવધિ દરમિયાન ગેરેન્ટેડ આવક પણ આપે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 થી 15 વર્ષનો પ્લાન
એલઆઇસી તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ ખાસ પોલિસીમાં પ્લાનની મેચ્યોરિટીની તારીખ બાદ ચૂકવણી દરમિયાન ગેરેન્ટેડ બેનિફિટ્સ આપવામાં આવશે. આ ઉપરાંત ગેરેન્ટેડ ટમિર્નલ બેનિફિટ્સની પણ ચૂકવણી કરવામાં આવશે. આ પ્લાન 5 વર્ષથી લઇને વધુમાં વધુ 15 વર્ષ માટે છે. તેમાં નિશ્વિત ઇનકમ બેનિફિટ્સ મળશે. એટલું જ નહી તેમાં ઇનકમ બેનિફિટ્સમાં વધારો, સિંગલ પ્રીમિયમ લેવલ ઇનકમ બેનિફિટ્સ અને સિંગલ પ્લાનની સુવિધા આપવામાં આવશે. તેમાં લલોન લેવાની પણ સુવિધા મળે છે. તેમાં તમે રાઇડર્સ પણ ખરીદી શકો છો. 


LIC એ લોન્ચ કર્યા ચાર ઓપ્શન
એલઆઇસીએ આ પ્લાનમાં ચાર ઓપ્શન લોન્ચ કર્યા છે. પ્લાન A અને B અંતગર્ત મૃત્યું પર 3,30,000 રૂપિયાનો સમ એશ્યોર્ડ કવર મળશે. સાથે જ પ્લાન C અંતગર્ત 2,50,000 રૂપિયાનું ન્યૂનતમ સમ-એશ્યોર્ડ કવર અને પ્લાન D માં મૃત્યું પર 22,00,000 રૂપિયાનું સમ-એશ્યોર્ડ કવર મળશે. આ પ્લાન માટે મેક્સિમમ પ્રીમિયમની લિમિટ નક્કી કરવામાં આવી નથી. 


જાણો પાત્રતા
એલઆઇસી ધન સંચય યોજનાની પોલિસી લેવા માટે ગ્રાહકની ન્યૂનતમ ઉંમર 3 વર્ષ પુરી હોવી જોઇએ, જ્યારે ઓપ્શન એ અને ઓપ્શન બી માટે 50 વર્ષ, ઓપ્શન સી માટે 65 વર્ષ અને ઓપ્શન ડી માટે મેક્સિમમ 40 વર્ષ ઉંમર હોવી જોઇએ. એટલે કે તેમાં 3 વર્ષથી 40 વર્ષની ઉંમરવાળા રોકાણ કરી શકે છે. 


ક્યાંથી ખરીદશો પ્લાન
જો તમે પણ એલઆઇસી ધન સંચય પોલીસી ખરીદવા માંગો છો તો એજન્ટો/અન્ય મધ્યસ્થોના માધ્યમથી ઓફલાઇન અને  www.licindia.in વેબસાઇટ પર જઇને સીધા ઓનલાઇન બંને રીતે ખરીદી શકો છો.