List Of Bank Holidays In January 2025: આજના સમયમાં આપણે ટેક્નોલોજીની રીતે એટલો આગળ વધી ગયા છીએ કે આપણું મોટા ભાગનું કામ આપણા મોબાઈલની એક ક્લિકથી થઈ શકે છે. એવામાં આપણે ક્યાંય જવાની પણ જરૂર નથી. જેમ કે, ઓનલાઈન શોપિંગ, ઘરે ભોજન અથવા કપડાંનો ઓર્ડર આપવો વગેરે. તેવી જ રીતે બેંકોની વાત કરીએ તો બેંક સંબંધિત કામ પણ હવે ઓનલાઈન થઈ જાય છે. તમારે કોઈને પૈસા મોકલવાના હોય, કોઈની પાસેથી તે મેળવવાના હોય, તમારું બેલેન્સ ચેક કરવું હોય, ક્રેડિટ કાર્ડ મેળવવું હોય અથવા ચુકવણી કરવી હોય વગેરે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા એવા કામો છે જે તમે તમારા મોબાઈલથી એક ક્લિકમાં કરી શકો છો, પરંતુ હજુ પણ કેટલાક કામ એવા છે જેના માટે તમારે બેંકમાં જવું પડે છે. એવી સ્થિતિમાં, જો તમે નવા વર્ષના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં બેંક જવાનું વિચારી રહ્યા છો તો પહેલા જાણો કે કયા દિવસે બેંકો ખુલ્લી રહેશે અને ક્યારે બંધ રહેશે. તો ચાલો જાણીએ કે જાન્યુઆરી 2025માં બેંકો કેટલા દિવસ બંધ રહેશે.


જાન્યુઆરી 2025 માં 15 દિવસ બેંક બંધ રહેશે:-


  • 1, 2, 5 અને 6 જાન્યુઆરી

  • 1 જાન્યુઆરીએ નવું વર્ષ છે એટલા માટે કેટલાક રાજ્યોમાં બેંક રજા રહેશે. જ્યારે 2 જાન્યુઆરીએ નવા વર્ષ અને મન્નમ જયંતિના કારણે બેંકો બંધ રહેશે.

  • 5 જાન્યુઆરીએ રવિવાર છે જેના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે. જ્યારે, 6 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદ સિંહ જયંતિના અવસર પર હરિયાણા અને પંજાબમાં બેંકો બંધ રહેશે.

  • 1, 12, 14 અને 15 જાન્યુઆરી

  • 11 જાન્યુઆરીએ મહિનાનો બીજો શનિવાર હોવાના કારણે દેશની તમામ બેંકોમાં રજા રહેશે. બીજી તરફ 12 જાન્યુઆરીએ રવિવારના કારણે અને સ્વામી વિવેકાનંદ જયંતિના કારણે બેંકોમાં રજા રહેશે.

  • 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ અને પોંગલના કારણે કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે. જ્યારે, 15 જાન્યુઆરીએ તિરુવલ્લુવર દિવસ, માઘ બિહુના કારણે આસામમાં અને મકર સંક્રાંતિના કારણે બેંક રજા રહેશે.

  • 16, 19, 22 અને 23 જાન્યુઆરી

  • 16મી જાન્યુઆરીએ કનુમા પંડુગુના કારણે અરુણાચલ પ્રદેશમી બેંકોમાં રજા રહેશે અને 19મી જાન્યુઆરીએ રવિવારના કારણે બેંક રજા રહેશે.

  • 22મી જાન્યુઆરીએ ઈમોઈનને કારણે અને 23મી જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિના દિવસે બેંક રજા રહેશે.

  • 25, 26 અને 30 જાન્યુઆરી

  • 25મી જાન્યુઆરીએ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકોમાં કોઈ કામકાજ નહીં થાય. જ્યારે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની રાષ્ટ્રીય રજાના કારણે બેંકો બંધ રહે છે.

  • 30 જાન્યુઆરીએ સોનમ લોસર હોવાના કારણે સિક્કિમમાં બેંક હોલિડે રહેશે.