LIVE: નાના ખેડૂતોને રાહત દરે 4 લાખ કરોડની લોન, લોનના વ્યાજ પર 31 મે સુધી છૂટ
નાણામંત્રી નિર્મલા સીતારણે ગુરૂવારે આર્થિક પેકેજના ભાગ 2ની વિસ્તૃત માહિતી આપી રહ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે મજૂર, રેકડી, નાના ખેડૂતો માટે આજે જાહેરાત કરશે.
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારણે ગુરૂવારે આર્થિક પેકેજના ભાગ 2ની વિસ્તૃત માહિતી આપી રહ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે મજૂર, રેકડી, નાના ખેડૂતો માટે આજે જાહેરાત કરશે. નાણામંત્રીએ કહ્યું ''સરકારનું ધ્યાન ગરીબો અને શ્રમિકો પર છે. ખેડૂતોને લોનમાં વ્યાજ પર 31 મે સુધી છૂટ આપવામાં આવી છે. નાના ખેડૂતોને રાહત દરે 4 લાખ કરોડની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.''
નાણા મંત્રી રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ''આ સરકાર ગરીબો માટે છે. અમારે ગરીબથી ગરીબની મદદ કરવાની છે. ગરીબોના ઉત્થાનના મોદી સરકારે ઘણું કામ કર્યું છે. 3 કરોડ ખેડૂતોને રાહત દર પર લોન આપવામાં આવી રહી છે. 25 લાખ ખેડૂતો ક્રેડિટ કાર્ડ વહેંચવામાં આવ્યા છે.''
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 'નાબોર્ડ ગ્રામીણ બેંકો દ્વારા 29,500 કરોડની મદદ ખેડૂતોને કરવામાં આવી. માર્ચ-એપ્રિલમાં 86 હજાર કરોડની લોન આપવામાં આવી. ગ્રામીણ આધારભૂત માળખા માટે 4200 કરોડ આપ્યા.''
નાણામંત્રી રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ''ન્યૂનતમ દૈનિક મજૂરી વધારીને 202 રૂપિયા કરવામાં આવી. રાજ્ય આપદા રાહત ફંડના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. પ્રવાસી મજૂરોને મનરેગા હેઠળ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.''
નાણામંત્રીએ પેકેજ પર જાણકારી આપતાં જણાવ્યું કે ''તમામ મજૂરોને ન્યૂનતમ મજૂરીનો ફાયદો આપવાનો પ્રયત્ન કર્યો છે. 10માંથી ઓછા કર્મચારીવાળી સંસ્થા વાર્ષિક કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કરાવે. એવી સંસ્થાઓને ESICના દાયરામાં સમાવેશ કરવામાં આવશે. ખતરનાક ક્ષેત્રમાં કામ કરનાર લોકો માટે ESIC જરૂરી છે.''
નાણામંત્રીએ કહ્યું ''8 કરોડ પ્રવાસી મજૂરોને રાશન માટે 3500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આગામી 2 મહિના સુધી પ્રવાસી મજૂરોને 5 કિલો રાશન મળશે. તેમાં ઘઉ, ચોખા ઉપરાંત 1 કિલો ચણા પણ આપવામાં આવશે. 'વન નેશન, વન રાશન' સ્કીમ લાગૂ કરવામાં આવશે. ઓગસ્ટ 2020 સુધી રાશન કાર્ડની નેશનલ પોર્ટબિલિટીનું કામ કરવામાં આવશે. રાત્રે કામ કર્નાર મહિલઓ માટે નિયમ લાવવામાં આવશે.''
નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણામંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે 20 લાખ કરોડના મેગા રાહત પેકેજ હેઠળ 15 પ્રમુખ જાહેરાતો કરી હતી. કોરોના સંકટથી અર્થવ્યવસ્થાને બહાર કાઢવા અને આર્થિક ગતિવિધિઓને ફરીથી પાટા પર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડના આર્થિકના પેકેજની જાહેરાત કરી હતી.