Loan on LIC Policy: ઈમરજન્સીમાં પૈસાની જરૂર છે તો ઘણા લોકો પર્સનલ લોનનો સહારો લે કે પછી પોતાની પોલિસી તોડાવી પૈસાની વ્યવસ્થા કરે છે. પરંતુ જો તમારી પાસે LIC ની પોલિસી છે તો તમે પોલિસી પર પણ લોન લઈ શકો છો. એલઆઈસી પર લેવામાં આવેલી લોન સામાન્ય રીતે પર્સનલ લોનની તુલનામાં સસ્તી પડે છે, સાથે રી-પેમેન્ટ કરવું પણ સરળ છે. તેવામાં તમારે દર મહિને EMI ચુકવવાની ચિંતા રહેશે નહીં. અહીં જાણો એલઆઈસીની લોન સુવિધા સાથે જોડાયેલા તમામ નિયમ અને ખુબીઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોનના ફીચર્સ
એલઆઈસી પોલિસી પર મળનાર લોન સુરક્ષિત લોનની શ્રેણીમાં આવે છે, કારણ કે લોન ગેરંટી તમારી લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી હોય છે. તેવામાં વધુ પેપર વર્કની જરૂર પડતી નથી અને લોન જલ્દી મળી જાય છે. ગ્રાહક માત્ર 3થી 5 દિવસના સમયમાં લોનની રકમ પ્રાપ્ત કરી શકે છે.


આ લોન પર્સનલ લોનના મુકાબલે સસ્તી


એલઆઈસી પર લોનનો એક ફાયદો છે કે તમારે તમારી પોલિસી સરેન્ડર કરવી પડતી નથી. તેવામાં તમને વીમામાં મળનાર ફાયદા યથાવત રહે છે. આ લોન પર્સનલ લોનના મુકાબલે સસ્તી છે. સાથે તેને લેવા સમયે પ્રોસેસિંગ ફી કે હિડન ચાર્જ લાગતા નથી. તેવામાં લોનનો વધારાનો ખર્ચ બચી જાય છે.


આ પણ વાંચોઃ 38 રૂપિયા પર આવ્યો હતો સોલર કંપનીનો IPO,દોઢ વર્ષમાં 1700ને પાર પહોંચ્યો શેર


ખુબ સરળ છે રીપેમેન્ટ
એલઆઈસી પોલિસી પર જો તમે લોન લો તો તેનું રીપેન્ટ ખુબ સરળ હોય છે. તેમાં લોન ચુકવવા માટે સારો સમય મળે છે. પરંતુ લોનનો સમયગાળો છ મહિનાથી લઈને ઈન્શ્યોરન્સ પોલિસીની મેચ્યોરિટી સુધી હોય છે. તેવામાં ગ્રાહકો માટે સારી વાત તે છે કે આ લોન પર દર મહિને ઈએમઆઈ ચુકવવાની ચિંતા થતી નથી. જેમ-જેમ પૈસા જમા થતાં જાય, તમે તે પ્રમાણે પૈસા આપી શકો છો. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે વાર્ષિક વ્યાજ તેમાં જોડાતું રહેશે. જો કોઈ ગ્રાહક છ મહિનાથી સમયમાં લોનની ચુકવણી કરે છે તો તેણે 6 મહિના માટે વ્યાજની ચુકવણી કરવી પડે છે.


લોન ચુકવવાના ત્રણ વિકલ્પ
- તમામ મૂળ રકમને વ્યાજ સાથે ચુકવો.


- વીમા પોલિસીની મેચ્યોરિટીના સમયે ક્લેમ અમાઉન્ટની સાથે મૂળધનની ચુકવણી કરો. તેવામાં હવે તમારે માત્ર વ્યાજની રકમ ચુકવવી પડશે. 


- વાર્ષિક વ્યાજ રકમ ચુકવો અને મૂળ રકમ અલગ રીતે ચુકવો.


આ પણ વાંચોઃ દર 1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, એક વર્ષમાં રોકેટની જેમ વધી રહ્યો છે ભાવ, જાણો


લોન સાથે જોડાયેલા નિયમ


  1. ઈન્શ્યોરન્સ પોલિસીની અવેજમાં લોન માત્ર કેટલીક પોલિસી જેમ કે ટ્રેડિશનલ અને એન્ડોમેન્ટ પોલિસીની અવેજમાં મળે છે.

  2. લોનની રકમ સરેન્ડર વેલ્યૂ પ્રમાણે નક્કી થાય છે. તમારી પોલિસીની સરેન્ડર વેલ્યૂના 80થી 90 ટકા સુધી લોન મળી જાય છે.

  3. લોન પોલિસીનો વ્યાજદર પોલિસી હોલ્ડરની પ્રોફાઇલ પર નિર્ભર રહે છે. સામાન્ય રીતે તે 10થી 12 ટકા સુધી હોય છે. 


પોલિસી પર લોન લેવા સમયે વીમા કંપની તમારી પોલિસી ગિરવે રાખી લે છે.
લોન પરત ન કરવા પર કે લોનની બાકી રકમ પોલિસીની સરેન્ડર વેલ્યૂથી વધુ થવા પર કંપનીને તમારી પોલિસી સમાપ્ત કરવાનો અધિકાર છે. જો તમારી વીમા પોલિસી લોન ચુલવતા પહેલા મેચ્યોર થઈ જાય છે તો તમારી રકમમાંથી વીમા કંપની લોનની રકમ કાપી શકે છે.


આ પણ વાંચોઃ Post Office ની આ સ્કીમથી વર્ષે કરો 1,11,000 રૂપિયાની કમાણી, જાણો વિગત


લોન માટે કઈ રીતે કરશો અરજી
પોલિસીના બદલે લોન લેવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. ઓફલાઈન માટે તમારે એલઆઈસી ઓફિસમાં જઈને કેવાઈસી ડોક્યુમેન્ટ્સની સાથે લોન લેવા માટે અરજી કરવી પડશે. તો ઓનલાઈન અરજી કરવા માટે  LIC ની ઈ-સેવાઓ માટે અરજી કરો. ત્યારબાદ તમારા એકાઉન્ટમાં લોગિન કરો. ત્યારબાદ ચેક કરો કે તમે વીમા પોલિસીના બદલે લોન પ્રાપ્ત કરવા માટે યોગ્ય છો કો નહીં. ત્યારબાદ તમામ વિગતો વાંચો અને તમે KYC દસ્તાવેજો સાથે અરજી કરી શકો છો.