નવી દિલ્હી: કોરોના મહામારીને રોકવા માટે ગત 25 માર્ચથી લાંબા સમય સુધી દેશમાં સખત લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનના કારણે દેશની ઇકોનોમીમાં મોટો ઘટાડાની આશંકા છે. આશંકા વર્લ્ડબેંકએ જાહેર કરી છે. વર્લ્ડબેંકના અનુસાર જીડીપીમાં નકારાત્મકમાં 9.6 ટકાનો ઘટાડો આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું વર્લ્ડબેંકએ 
વર્લ્ડબેંકએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે ભારતની આર્થિક સ્થિતિ આ પહેલાં કોઇપણ સમયની તુલનામાં ખૂબ ખરાબ છે. તેણે કહ્યું કે કોરોના વાયરસ મહામારીના કારણે કંપનીઓ તથા લોકોને આર્થિક આંચકો લાગી શકે છે. આ સાથે જ મહામારીના પ્રસારને અટકાવવા માટે દેશભરમાં જાહેર કરવામાં આવ્યું કે લોકડાઉનની પણ પ્રતિકૂળ અસર પડી છે. 

વર્લ્ડ બેન્કે જણાવ્યું  અર્થતંત્ર સામે ક્યા છે પડકાર, GDPમા  9.6 ટકાના ઘટાડાનું અનુમાન


જોકે રિપોર્ટમાં એ પણ કહ્યું કે 2021માં આર્થિક વૃદ્ધિ દર પરત આવી શકે છે અને 4.5ટકા રહી શકે છે. વર્લ્ડબેંકએ કહ્યું કે વસ્તીમાં વૃદ્ધિના દ્વષ્ટિએ જોઇએ તો પ્રતિ વ્યક્તિ આવક 2019ના અનુમાનથી છ ટકા નીચે રહી શકે છે. તેનાથી સંકેત મળી શકે છે 2021માં આર્થિક વૃદ્ધિ દર ભલે સકારાત્મક થઇ જશે, પરંતુ તેનાથી ચાલુ નાણાકીય વર્ષમાં થયેલા નુકસાનની ભરપાઇ થઇ શકશે. 


આપૂર્તિ તથા માંગની સ્થિતિ બાધિત
વર્લ્ડબેંકએ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ અને તેની સારવારના ઉપાયોએ ભારતમાં આપૂર્તિ તથા માંગની સ્થિતિને ગંભીરરૂપથી બાધિત કરી છે. વર્લ્ડબેંકએ કહ્યું કે ગરીબ પરિવારો અને કંપનીઓને સહારો આપ્યા બાદ પણ ગરીબી દરમાં સુસ્તી થઇ છે. 
 
વર્લ્ડબેંકના મુખ્ય અર્થશાસ્ત્રી હેંસ ટિમરએ કહ્યું ;અમે સર્વેમાં જોયું છે કે ઘણા લોકોની નોકરી જતી રહી છે. બિન-નિષ્પાદિત પરિસંપત્તિ (એનપીએ)માં વૃદ્ધિ થઇ રહી છે. આ તમામ એવી નબળાઇઓ છે, જેની વિરૂદ્ધ ભારતને ઝઝૂમી રહ્યા છે. તો બીજી તરફ વર્લ્ડબેંકએ દક્ષિણ એશિયા ક્ષેત્રમાં 2020માં 2.7 ટકાનો આર્થિક ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે. આ ક્ષેત્રમાં ગત પાંચ વર્ષ દરમિયાન વાર્ષિક છ ટકાની આસપાસનો વધારો જોવા મળ્યો છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube