ચૂંટણીમાં Facebook અને Google ની કમાણીમાં અધધધ...વધારો
નવી દિલ્હી; ભારતમાં રાજકીય પક્ષોએ આ વર્ષે ફેબ્રુઆરીથી પહેલાં અત્યાર સુધી ફેસબુક અને ગૂગલ વગેરે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રચારના મદમાં 53 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા. તેમાં સત્તારૂઢ ભાજપની ભાગીદારી સૌથી વધુ રહી. ફેસબુકની જાહેરાત સાથે જોડાયેલી રિપોર્ટ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતથી 15 મે સુધી તેના પ્લેટફોર્મ પર 1.21 લાખ રાજકીય જાહેરાત ચાલી. આ જાહેરાતો પર રાજકીય પાર્ટીઓએ 26.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા.
Tata Sky Binge લોન્ચ, માત્ર આટલા રૂપિયામાં સેટ ટોપ બોક્સ વિના જુઓ ચેનલ્સ
ગૂગલ પર ભાજપે 17 કરોડથી વધુ ખર્ચ કર્યા
આ પ્રકારે ગૂગલ, યૂટ્યૂબ અને તેની સહાયક કંપનીઓ પર 19 ફેબ્રુઆરીથી અત્યાર સુધી 14,837 જાહેરાતો પર રાજકીય પક્ષોએ 27.36 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. સત્તારૂઢ ભાજપે ફેસબુક પર 2,500થી વધુ જાહેરાતો પર 4.23 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. 'માય ફર્સ્ટ વોટ ફોર મોદી', 'ભારતના મનની વાત' અને 'નેશન વિથ નમો' જેવા પેજે પણ સોશિયલ નેટવર્કિંગ પર જાહેરાતો પર 4 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. ગૂગલના મંચ પર ભાજપે 17 કરોડ રૂપિયાથી ખર્ચ કર્યા.
જે ગુફામાં પીએમ મોદીએ કરી સાધના, તમે પણ આટલા રૂપિયા આપીને લગાવી શકો છો ધ્યાન
કોંગ્રેસે ફેસબુક પર 1.46 કરોડ ખર્ચ કર્યા
કોંગ્રેસે ફેસબુક પર 3,686 જાહેરાતો પર 1.46 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તો બીજી તરફ ગૂગલ પર 425 જાહેરાતો પર રાહુલ ગાંધીના નેતૃત્વવાળી પાર્ટીનો ખર્ચ 2.71 કરોડ રૂપિયા રહ્યો. ફેસબુકના આંકડાના અનુસાર તૃણમૂલ કોંગ્રેસે તેના મંચ પર જાહેરાતો પર 29.28 લાખ રૂપિયા ખર્ચ કર્યા. આમ આદમી પાર્ટીએ ફેસબુક પર 176 જાહેરાતો ચલાવી અને તેના માટે તેણે 13.62 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.
ગૂગલના અનુસાર તેના પ્લેટફોર્મ પર ઓબર્ન ડિજિટલ સોસ્લ્યૂશન્સ તમારા માટે જાહેરાત કરી રહ્યા છે અને તેને 19 મે બાદ 2.18 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની 17મી લોકસભાની ચૂંટણી માટે માર્ચમાં તારીખોની જાહેરાત થઇ હતી અને રવિવારે અંતિમ તબક્કાનું મતદાન થયું હતું. મતોની ગણતરી 23 મેના રોજ થશે.