નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે. 11 એપ્રિલથી પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત થશે. 23 મેના રોજ પરિણામ આવશે. દેશની આગામી સરકાર કઇ બનશે એ તો સમય જ નક્કી કરશે. પરંતુ શેર બજારની દ્વષ્ટિએ મોદી સરકાર જ સૌથી ફેવરિટ છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે બજાર ઇચ્છે છે કે કેંદ્વમાં મજબૂત સરકાર બને. કેંદ્વમાં મજબૂત સરકાર હોવાની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળશે. જોકે ચૂંટણીની અનિશ્વિતતા, પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ અને ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ વોરની સંભાવના લીધે બજારને મજબૂત પાયો જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણીની તારીખોની એલાનથી આવી તેજી
અમારી સહયોગી વેબસાઇટ www.zeebiz.com/hindi ના અનુસાર લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ સોમવાર શેર બજારમાં જોરદાર તેજી નોંધાઇ હતી. સેંસેક્સમાં જ્યાં 300 પોઇન્ટનો ઉછાળ્યો આવ્યો, બીજી તરફ નિફ્ટી 11 હજારના સ્તરને પાર કરી ગયો. મંગળવારે પણ બજારે શાનદાર શરૂઆત કરી છે. સેંસેક્સ લગભગ 500 પોઇન્ટ સુધી વધી ગયો છે. તો બીજી તરફ નિફ્ટી 11300ની આસપાર ટ્રેંડ કરી રહ્યો છે.


47000 સુધી પહોંચશે સેંસેક્સ?
મોર્ગન સ્ટૈનલીના અહેવાલ અનુસાર વર્ષ 2019ના અંત સુધી સેંસેક્સ 42,000ના સ્તર પર પહોંચી શકે છે. તો બીજી તરફ સારી તેજી જોવા મળે છે તો સેંસેક્સના 47000 સુધી પહોંચવાનું અનુમાન છે. તો બીજી તરફ બજારમાં નરમાઇ આવે છે તો સેંસેક્સ 33,000 સુધી સરકી શકે છે, જોકે બજારમાં નબળાઇની સંભવ છે જ્યારે કોઇપણ પાર્ટીને બહુમત નહી મળે. જો પૂર્ણ બહુમતની સરકાર બને છે તો બજારમાં તેજી જોવા મળશે.  


ઓઇલની વધતી જતી કિંમતોથી આવ્યો ઘટાડો
મોર્ગન સ્ટેનલીએ પોતાની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓઇલની વધતી જતી કિંમતો અને આ વર્ષે મે મહિનામાં થનાર સામાન્ય ચૂંટણીને લઇને અનિશ્વિતતાના લીધે કેટલાક સેંશનમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, આ વર્ષે ભારતના ખરાબ પ્રદર્શનના લીધે ઓઇલની વધતી જતી કિંમતો અને રાજકીય અનિશ્વિતતા થઇ શકે છે. જોકે ગ્લોબલ બ્રોકરેજનું માનવું છે કે શેર બજારના પાયાને એકદમ મજબૂતી આવવાની સંભાવના છે. 


મોર્ગન સ્ટેનલીએ ત્રણ પ્રકારના અનુમાન લગાવો-
બેસ કેસ-
ડિસેમ્બર 2019 સુધી સેંસેક્સ 42,000 સુધી જઇ શકે છે. તેની સંભાવના 50 ટકા છે. 2019માં વાર્ષિક આધાર અર્નિંગ ગ્રોથ 21 ટકા અને 2020માં 24 ટકા રહેવાનું અનુમાન છે.


બુલ કેસ-
જો બજારમાં બુલ રનની શરૂઆત થઇ, તો બજાર વર્ષના અંત સુધી 47,000ના સ્તરને અડકી શકે છે. તેની સંભાવના 30 ટકા છે. જોકે, આ મજબૂતી ચૂંટણી પરિણામો અને એક પાર્ટીને બહુમત મળવાની સ્થિતિ હશે. 2019માં વાર્ષિક આધાર અર્નિંગ ગ્રોથ 29 ટકા અને 2020માં 26 ટકા રહેવાનું અનુમાન.


બિયર કેસ-
તો બીજી તરફ બિયર રનના મામલે બજાર 33,000 સુધી જઇ શકે છે. તેની સંભાવના 20 ટકા છે. જોકે આ બધુ સંભવ હશે જ્યારે વૈશ્વિક સ્થિતિઓ ખરાબ હશે અને ચૂંટણી પરીણામ બરાબર નહી હોય. 2019માં વાર્ષિક આધાર પર અર્નિંગ ગ્રોથ 16 ટકા અને 2020માં 22 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું.


આ સેક્ટર્સને કરો પોર્ટફોલિયોમાં સામેલ
ઘરેલૂ બ્રોકરેજ ફર્મના અનુસાર આગળની સ્થિતિઓને જોતાં પોતાના ફોર્ટફોલિયોમાં આઇટી અને હેલ્થકેર, ઓટોમોટિવ, કેપિટલ ગુડ્સ ફાઇનાશિંયલ સર્વિસિઝને સામેલ કરવાની સલાહ છે. નાણાકીય બજારોમાં તાજેતરની ઉથલ-પાથલને જોતાં, નિરાશાવાદી થવું આસાન છે. ભારત માટે મેક્રો દ્વષ્ટિકોણ નિશ્વિત રીતે છ મહિના પહેલાંની તુલનામાં કેટલીક હદ સુધી ખરાબ થઇ ગયું. પરંતુ આઉટલુક મજ્બૂત બનેલ છે અને આપણે આશાવાદી રહેવાનું કારણ આપે છે.