Lok Sabha Election 2024: શું નવી સરકાર બનતા પહેલાં જ સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ? વાહન ચાલકો માટે મહત્ત્વના સમાચાર
Petrol-Diesel Price: 4 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. જો કે, 4 જૂન એક મોટો દિવસ છે અને ટૂંક સમયમાં નવી સરકારની જાહેરાત કરવામાં આવશે.
Petrol-Diesel Price: દરેક સામાન્ય નાગરિક પેટ્રોલ અને ડીઝલના ભાવ પર નજર રાખે છે. કારણકે વધતા જતા ઈંધણના ભાવ તેના બજેટને સીધી અસર કરે છે. ત્યારે આજે 4 જૂને સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 4 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 4 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. જો કે, 4 જૂન એક મોટો દિવસ છે અને ટૂંક સમયમાં નવી સરકારની જાહેરાત કરવામાં આવશે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોને ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને સારા સમાચાર મળી શકે છે.
ભાવમાં રૂ.2નો ઘટાડો થયો હતો-
14 માર્ચે ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. તે પછી ઘણા શહેરોના લોકોને સસ્તા પેટ્રોલ અને ડીઝલની ભેટ મળી.
તમારા શહેરમાં આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 94.72 87.62
મુંબઈ 104.21 92.15
કોલકાતા 103.94 90.76
ચેન્નાઈ 100.75 92.32
બેંગલુરુ 99.84 85.93
લખનૌ 94.65 87.76
નોઇડા 94.83 87.96
ગુરુગ્રામ 95.19 88.05
ચંદીગઢ 94.24 82.40
પટના 105.18 92.04
કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.
તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તેપોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.
OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.
તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.