Lok Sabha Election Results 2019 : Exit Pollમાં બની રહી છે મોદી સરકાર પણ સટ્ટાબજારનો વર્તારો છે કે...
ભારતીય સંસદના નીચલા ગૃહની 543 બેઠકોમાંથી 542 બેઠકો માટે લોકસભા ચૂંટણી 2019 સાત તબક્કામાં 11મી એપ્રિલથી 19મી મે સુધી યોજાઈ. આજે ચૂંટણીના પરિણામોનો દિવસ છે.
મુંબઈ : ભારતીય સંસદના નીચલા ગૃહની 543 બેઠકોમાંથી 542 બેઠકો માટે લોકસભા ચૂંટણી 2019 સાત તબક્કામાં 11મી એપ્રિલથી 19મી મે સુધી યોજાઈ. આજે ચૂંટણીના પરિણામોનો દિવસ છે. સવારે 8 કલાકથી મત ગણતરી શરૂ થઈ જશે. અત્રે જણાવવાનું કે મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે લોકસભાની ચૂંટણીના પરિણામ (Lok Sabha Election Results 2019) મામલે દેશના સટ્ટાબજારે એક્ઝિટ પોલથી અલગ જ અનુમાન છે. સટ્ટાબજારના વર્તારા મુજબ ભાજપને એક્ઝિટ પોલના આંકડા કરતા ઓછી સીટ મળશે. મુંબઈ સટ્ટાબજારને લાગે છે કે ભાજપ પોતાના દમ પર આ વખતે બહુમતનો આંકડો સ્પર્શી નહીં શકે અને સરકાર બનાવવા માટે ગઠબંધનની જરૂર પડશે.
મુંબઈ અને દિલ્હીના સટ્ટાબજારના અંદાજ પ્રમાણે ભાજપને 2019માં 238-241 સીટ મળી શકે છે. 2014ની ચૂંટણીમાં ભાજપને 282 સીટ પર જીત મળી હતી અને અન્ય સહયોગી દળ સાથે મળીને એનડીએ પાસે કુલ 336 સીટ હતી. એક્ઝિટ પોલ અને સટ્ટાબજારમાં બીજા નંબરના સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસને સ્થાન આપવામાં આવ્યું છે. મુંબઈ સટ્ટાબજારે કોંગ્રેસને 78થી 81 સીટ મળશે એવું પુર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાન અને ગુજરાતમાં સટોડિયા ભાજપને જીતાડી રહ્યા છે. રાજસ્થાનમાં ભાજપને 242થી 245 અને ગુજરાતમાં 242થી 244 સીટ આપવામાં આવી રહી છે.