હવે આ જાણીતી કંપનીએ કહ્યું કે તેમના બ્રાન્ડથી હટવાશે `ફેર` અને `વ્હાઇટ` શબ્દ
કૃત્રિમ સૌંદર્ય પ્રસાધનો બનાવનારી ફ્રાન્સની કંપની લોરિઅલ ગ્રુપે કહ્યું કે, તેઓ ત્વચાની જાળવણીથી સંબધિત તેમના ઉત્પાદનોથી શ્વેત, ગોરે અને હલ્કે જેવા શબ્દોને હટાવશે. યૂનિલીવરે પણ એક દિવસ પહેલા આ પ્રકારની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, તે તેમના લોકપ્રિય બ્રાન્ડ `ફેર એન્ડ લવલી`થી `ફેર` શબ્દને હટાવી રહી છે.
નવી દિલ્હી: કૃત્રિમ સૌંદર્ય પ્રસાધનો બનાવનારી ફ્રાન્સની કંપની લોરિઅલ ગ્રુપે કહ્યું કે, તેઓ ત્વચાની જાળવણીથી સંબધિત તેમના ઉત્પાદનોથી શ્વેત, ગોરે અને હલ્કે જેવા શબ્દોને હટાવશે. યૂનિલીવરે પણ એક દિવસ પહેલા આ પ્રકારની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, તે તેમના લોકપ્રિય બ્રાન્ડ 'ફેર એન્ડ લવલી'થી 'ફેર' શબ્દને હટાવી રહી છે.
આ પણ વાંચો:- પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો યથાવત, જાણો આજના ભાવ
આ કારણથી લઈ રહી છે કંપનીઓ નિર્ણય
વંશીય સંમેલનો સામે વધતા અવાજો વચ્ચે ત્વચાના સુંદરતાથી સંબંધિત સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપનીઓ દબાણમાં છે. તે એવા સમયે મહત્વપૂર્ણ થઈ જાય છે, જ્યારે અમેરિકાથી શરૂ થયેલા 'બ્લેક લાઇવ્સ મેટર' આંદોલન ઘણા દેશોમાં ફેલાઈ ગયું છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું, લોરિએલ ગ્રુપ ત્વચાના રંગ બદલવાના ઉત્પાદનોને લઇને ઉભી રહેલી આપત્તિઓને સ્વીકાર કરે છે. તેને લઇને કંપની ત્વચા સંબંધી તેમના તમામ પ્રોડક્ટ્સથી ગોરે, ગોરેપન, શ્વેત, સફેદ, હલ્કે વગેરે જેવા શબ્દોને હટાવવાનો નિર્ણય લઈ રહી છે.
આ પણ વાંચો:- આજે ફરી વધ્યા ઈંધણના ભાવ, જાણો કેમ ડીઝલના ભાવમાં જોવા મળી રહ્યો છે આટલો ઉછાળો?
અન્ય કેટલીક કંપનીઓ પણ આ પ્રકારના પગલા લઈ રહી છે. અમેરિકાની સ્વાસ્થ્ય સંભાળ અને એફએમસીજી કંપની જોનસન એન્ડ જોનસને પણ ત્વચાને ગોરા બનાવવાની ક્રીમના ભારત સહિત દુનિયાભમાં વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે કોલકાતા સ્થિત એફએમસીજી કંપની ઇમામીએ પણ કહ્યું છે કે, તે સ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. કંપની ગોરાપન લાવનારી બ્રાન્ડ 'ફેર એન્ડ હેન્ડસમ'નું ઉત્પાદન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube