નવી દિલ્હીઃ રક્ષાબંધન અને ઓણના તહેવાર પર કેન્દ્ર સરકારે બહેનોનો સૌથી મોટી ભેટ આપી છે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપતા કહ્યું કે સરકારે એલપીજીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પીએમ મોદીએ તહેવાર પહેલા બહેનોને મોટી ભેટ આપી છે. પરંતુ આ ફાયદો માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળશે. આ રાહત સિલિન્ડર પર સબ્સિડી તરીકે આપવામાં આવી શકે છે. દેશમાં 14.2 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભારમાં છેલ્લે એક માર્ચ, 2023ના ફેરફાર થયો હતો. ત્યારે સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. દિલ્હીમાં હાલ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા છે. એક ઓગસ્ટે 19.2 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો હતો. તેની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 75 લાખ નવા ઉજ્જવલા કનેક્શન મેળવ્યા બાદ આ શ્રેણીના કુલ ગ્રાહકોની સંખ્યા 10 કરોડ 35 લાખ થશે. ઠાકુરે કહ્યું કે એપ્રિલ 2020 થી એપ્રિલ 2022 સુધીમાં સમગ્ર વિશ્વમાં એલપીજીની કિંમતમાં ત્રણ ગણો વધારો થયો છે. પરંતુ ભારતમાં તેની કિંમત માત્ર 35 ટકા વધી છે. સરકારે પેટ્રોલિયમ કંપનીઓને મદદ કરી.


કેન્દ્રીય મંત્રીએ  કહ્યું કે ઓણમ અને રક્ષાબંધનના અવસર પર સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બધા લોકો માટે છે. બહેનો માટે એક મહાન ભેટ. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે તે માત્ર ઘરેલુ ગ્રાહકો માટે છે.


અનુરાગ ઠાકુરે કહ્યું કે ઓણમ અને રક્ષાબંધનનો તહેવાર છે, તેથી પીએમ મોદીએ લાખો બહેનોને ભેટ આપી છે. 75 લાખ બહેનોને ઉજ્જવલા ગેસ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મળશે. એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં. પાઇપ, સ્ટવ અને સિલિન્ડર વિનામૂલ્યે મળશે. સમગ્ર વિશ્વમાં ગેસના ભાવમાં વધારો થયો છે.


 


આ પણ વાંચોઃ આ નવરત્ન કંપનીના સ્ટોકે 1 લાખના બનાવી દીધા 6.15 કરોડ, મોટો ઓર્ડર મળતા શેરમાં તેજી


સિલિન્ડરની કિંમત કેટલી વાર બદલાઈ
છેલ્લા ત્રણ વર્ષમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો થયો છે. 1 નવેમ્બરે તેની કિંમત 594 રૂપિયા હતી. 2 ડિસેમ્બર, 2020 ના રોજ તેને વધારીને 644 રૂપિયા કરવામાં આવી હતી. ત્યારબાદ 15 ડિસેમ્બર 2020ના રોજ આ કિંમત 694 રૂપિયા થઈ ગઈ. ફેબ્રુઆરી 2021માં તેની કિંમત ત્રણ વખત વધારવામાં આવી હતી અને તે 794 રૂપિયા થઈ ગઈ હતી. 1 એપ્રિલે તેમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તેની કિંમત 809 રૂપિયા રહી હતી. પરંતુ 1 જુલાઈ 2021ના રોજ તે વધારીને રૂ.834 કરવામાં આવી હતી. ત્યારબાદ 17 ઓગસ્ટ 2021ના રોજ તેની કિંમત વધારીને 859.50 રૂપિયા કરવામાં આવી હતી.


એક સપ્ટેમ્બર 2021ના ફરી તેમાં વધારો થયો અને 14.2 કિલોનું સિલિન્ડર દિલ્હીમાં 884.50 રૂપિયા થઈ ગયું હતું. છ ઓક્ટોબર 2021ના તેની કિંમત વધી 899.50 રૂપિયા થઈ ગઈ હતી. પછી માર્ચ 2022માં 949.50 રૂપિયા થઈ ગઈ હતી. 7 મે 2022ના ફરી તેમાં 50 રૂપિયાનો વધારો થયો અને કિંમત 999.50 રૂપિયા થઈ ગઈ હતી. 19 મે 2022ના તેની કિંમતમાં 3.50 રૂપિયાનો વધારો થતાં કિંમત 1003 રૂપિયા પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ માર્ચ 2023માં ફરી 50 રૂપિયાનો વધારો થયો હતો. વર્તમાનમાં એલપીજી ગેસ સિલિન્ડર 1103 રૂપિયાનો મળી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube