LPG Cylinder New Connection: મિસ્ડ કોલ આપો અને નવુ એલપીજી કનેક્શન પ્રાપ્ત કરો, જાણો શું છે પ્રક્રિયા?
LPG Cylinder New Connection: ઈન્ડિયન ઓયલ કોર્પોરેશને મિસ્ડ કોલ દ્વારા નવુ ગેસ કનેક્શન આપવાની સુવિધા શરૂ કરી છે. અહીં તમને તમામ પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ LPG Cylinder New Connection: હવે તમારે નવું એલપીજી કનેક્શન (New LPG Connection) લેવા માટે વિતરકના કાર્યાલય જવું પડશે નહીં. જો તમે એલપીજી કનેક્શન લેવા ઈચ્છે છો તો માત્ર એક કોલ કરવો પડશે. ત્યારબાદ તમને ગેસ સિલિન્ડર મળઈ શકે છે. પરંતુ આ સુવિધા હવે ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન (IOC) માંથી એલપીજી કનેક્શન લેવા પર મળશે.
તે માટે તમારે 8454955555 નંબર પર મિસ્ડ કોલ આપવો પડશે. જો તમે ગેસ સિલિન્ડર ભરાવવા ઈચ્છો છો તો પણ આ નંબર કામ કરશે. તમારે બસ તમારા રજીસ્ટર્ડ નંબરથી 8454955555 પર મિસ્ડ કોલ આપવાનો છે.
આઈઓસીના ચેરમેને સોમવારે કહ્યું કે, મિસકોલ આપી સિલિન્ડર ભરાવવા અને નવું કનેક્શન લેવાની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, દેશમાં ગમે ત્યાં રહેતા ગ્રાહક આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ સાથે આઈઓસીએ એક-સિલિન્ડર પ્લાનને બે સિલિન્ડર પ્લાનમાં બદલવાની સુવિધા પણ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચોઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને સરકારે આપી મોટી ભેટ, હવે મળશે બીજો લાભ
આ પ્લાનમાં જો કોઈ ગ્રાહક 14.2 કિલોનો બીજો સિલિન્ડર લેવા નથી ઈચ્છતો તો તે 5 કિલોનો બીજો સિલિન્ડર લઈ શકે છે. જાન્યુઆરી 2021માં કંપનીએ પસંદગીના શહેરોમાં મિસ્ક કોલ પર નવુ કનેક્શન કે સિલિન્ડર ભરાવવાની સુવિધા શરૂ કરી હતી. હવે 9 ઓગસ્ટ 2021થી દેશભરના ગ્રાહકો માટે આ સેવા શરૂ કરી દીધી છે.
જાણો શું છે એલપીજી સિલિન્ડર બુક કરાવવાની રીત
- પોતાના રજીસ્ટર્ડ નંબરથી 8454955555 પર મિસ્ડ કોલ આપો.
- એલપીસી સિલિન્ડરો ભારત બિલ ચુકવણી સિસ્ટમ (બીબીપીએસ) ના માધ્યમથી રિફિલ કરી શકાય છે.
- બુકિંગ ઇન્ડિયન ઓયલની એપ કે https://cx.indianoil.in ના માધ્યમથી કરી શકાય છે.
- ગ્રાહક 7588888824 વોટ્સએપ મેસેજ દ્વારા સિલિન્ડર ભરાવી શકે છે.
- આ સિવાય 7718955555 પર SMS રે IVRS થી પણ બુકિંગ કરાવી શકાય છે.
સિલિન્ડર એમેઝોન અને પેટીએમ દ્વારા પણ ભરાવી શકાય છે.
આ નંબર પર કોલ કરતા તમને ગેસ સિલિન્ડર મળી જશે. આ સુવિધા 9 ઓગસ્ટ 2021થી શરૂ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube