નવી દિલ્હીઃ વધતી મોંઘવારી વચ્ચે LPG સિલિન્ડરની સબસિડી અંગે મોટા સમાચાર મળી શકે છે. સતત એવી ચર્ચા ચાલી રહી છે કે  LPG સિલિન્ડરની કિંમત 1000ના આંકડાને સ્પર્શી શકે છે. જો કે  LPG સિલિન્ડરની વધતી જતી મોંઘવારી અંગે સરકારનો પક્ષ હજુ સામે આવ્યો નથી. આ મહિને પણ LPG અને કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થયો છે. પરંતુ સરકારનું આંતરિક મૂલ્યાંકન (Internal Assessment) દર્શાવે છે કે ગ્રાહકો સિલિન્ડર માટે 1000 રૂપિયા સુધી ચૂકવવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર LPG સિલિન્ડર અંગે બે રીતે નિર્ણય લઈ શકે છે. જેમાં પ્રથમ નિર્ણયમાં સરકારે સબસિડી વગર સિલિન્ડર સપ્લાય કરવા અંગે વિચાર કરી શકે છે. તો બીજા નિર્ણયમાં કેટલાક પસંદ કરેલા ગ્રાહકોને સબસિડીનો લાભ પણ આપવા પર વિચારણા થઈ શકે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક લાખથી પણ ઓછામાં મળી રહ્યું છે સૌથી શાનદાર ઓફ રોડ બાઈક! Royal Enfield Himalayan ના ચાહકો જલ્દી કરો!

સબસિડી પર સરકારની યોજના શું છે?
સબસિડી આપવા અંગે સરકાર તરફથી હજુ સુધી કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ અત્યાર સુધી મળેલી માહિતી મુજબ 10 લાખની આવકનો નિયમ અમલમાં રહેશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે બાકીના લોકો માટે સબસિડી સમાપ્ત થઈ શકે છે.

Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર

હવે સબસિડી કોને મળે છે?
LPG પર સબસિડી છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલીક જગ્યાએ બંધ કરી દેવામાં આવી છે. આ નિયમનો મે 2020થી અમલ ચાલુ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કોરોના મહામારી દરમિયાન ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં સતત ઘટાડો થયો છે. જેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હાલ સરકારે એલપીજી સિલિન્ડર (LPG cylinder) પરની સબસિડી સંપૂર્ણપણે બંધ કરી નથી.

DSP અને મહિલા કોન્સ્ટેબલનો બાળક સાથેનો નગ્ન Video બધાએ જોયો! રાજ્યપાલને ના ગમ્યું તો બન્નેને નોકરીમાંથી કાઢ્યાં!

સરકાર સબસિડી પાછળ ખૂબ ખર્ચ કરે છે:
નાણાકીય વર્ષ 2021 દરમિયાન સબસિડી પર સરકારનો ખર્ચ 3,559 રૂપિયા હતો. જ્યારે નાણાકીય વર્ષ 2020માં આ ખર્ચ 24,468 કરોડ રૂપિયા હતો. વાસ્તવમાં આ DBT યોજના હેઠળ આવે છે. જે જાન્યુઆરી 2015માં શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગ્રાહકોને બિન સબસિડીવાળા LPG સિલિન્ડર માટે સંપૂર્ણ રકમ ચૂકવવી પડે છે. તો સરકાર તરફથી ગ્રાહકના બેંક ખાતામાં સબસિડીના પૈસા પરત કરવામાં આવે છે. આ રિફંડ સીધું ખાતામા જમા થતું હોવાથી આ યોજનાને DBTL નામ આપવામાં આવ્યું છે.

Video Call રીસીવ કરતા જ યુવતી થઈ જાય છે નગ્ન! જોઈને ભલભલા ભૂલી જાય છે ભાન, તમે ચેતજો નહીં તો લૂંટાઈ જશે તમારી ઈજ્જત!

LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો:
સબસિડી વગર 14.2 કિલો સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થઈ છે. નોંધનીય છે કે અગાઉ મહિનાના પહેલા દિવસે ઓઇલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 43.5 રૂપિયાનો વધારો કર્યો હતો. જોકે તે સમયે ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો ન હતો.

આ રંગીન ગલીઓમાં 'સુખ' શોધવા જાય છે લોકો! અપ્સરા જેવી રૂપ લલનાઓથી છલકતા દુનિયાના 10 Red Light Area ની તસવીરો!


અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?


Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત


ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube