LPG Cylinder Price Today: ઓગસ્ટમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ ઓઈલ કંપનીઓએ હવે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર પર મોટી રાહત આપી છે. એક સપ્ટેમ્બર એટલે કે આજથી ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. સતત બીજા મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાથી ભાવ ઘટીને 1522.50 રૂપિયા થઈ ગયો છે. આ અગાઉ ઓગસ્ટમાં 100 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે જુલાઈમાં સિલિન્ડર મોંઘો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર માટે ઓગસ્ટના ભાવ 1680 રૂપિયાની સરખામણીમાં હવે 1522.50 રૂપિયા ચૂકવવા પડશે. આ અગાઉ 29 ઓગસ્ટના રોજ સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં પણ 200 રૂપિયાનો ઘટાડો કરીને જનતાને રાહત આપી. આ કાપ બાદ 14.2 કિલોવાળા રાંધણ ગેસનો બાટલો 200 રૂપિયા સસ્તો થયો. આ કાપ બાદ 14.2 કિલોવાળા બાટલાનો ભાવ દિલ્હીમાં 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા થઈ ગયો. ભાવમાં સૌથી વધુ ઘટાડાનો ફાયદો ઉજ્વલા યોજનાના  લાભાર્થીઓને મળશે. દેશમાં 14.2 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભારમાં છેલ્લે એક માર્ચ, 2023ના ફેરફાર થયો હતો. ત્યારે સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. 


ઉજ્જવલા યોજના લાભાર્થીઓને 703માં પડશે બાટલો
10 કરોડ લાભાર્થીઓને સરકાર તરફથી પહેલેથી 200 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી હતી. ત્યારબાદ તેમને મળનારો ફાયદો વધીને હવે 400 રૂપિયા થઈ ગયો. એટલે કે આ ફેરફાર બાદ ગેસ સિલિન્ડર માટે તેમણે 903 રૂપિયા ચૂકવવાના રહે પણ તેના પર 200 રૂપિયા વધુ સબસિડી મળશે એટલે સિલિન્ડર તેમને 703 રૂપિયામાં પડશે. 


નવા ભાવ આજથી લાગુ
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ આજથી એટલે કે એક સપ્ટેમ્બરથી લાગૂ કરવામાં આવ્યા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ આજથી દિલ્હીમાં 1680 રૂપિયાથી ઘટીને 1522.50 રૂપિયા રહી ગયો. એ જ રીતે કોલકાતામાં 1802.50 રૂપિયાની જગ્યાએ 1636 રૂપિયા ચૂકવવા પડશે. મુંબઈમાં પહેલેથી જ આ સિલિન્ડર 1640.50 રૂપિયાનો મળતો હતો પરંતુ હવે તેના માટે 1482 રૂપિયા આપવા પડશે. ચેન્નાઈમાં ભાવ 1852.50 રૂપિયાથી ઘટીને 1695 રૂપિયા રહી ગયો છે. 


1 સપ્ટેમ્બરથી મેટ્રો સિટીમાં ગેસ સિલિન્ડરના ભાવ


દિલ્હી----1522.50 રૂપિયા
કોલકાતા----1636 રૂપિયા
મુંબઈ----1482 રૂપિયા
ચેન્નાઈ----1695 રૂપિયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube