LPG Price Cut: નવા મહિનાના પહેલા જ દિવસે સારા સમાચાર...ગેસનો બાટલો થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ
LPG Rate today: આજથી જૂન મહિનાની શરૂઆત થઈ છે અને નવા મહિનાના પહેલા જ દિવસે લોકોને સારા સમાચાર મળ્યા છે. કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જાણો લેટેસ્ટ રેટ....
LPG rate today: દેશની ઓઈલ કંપનીઓએ એલપીજી ગેસના ભાવ ઘટાડ્યા છે. OMCs એ 19 કિલોવાળા કોમર્શિયલ LPG બાટલાના ભાવમાં 69.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. જો કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. એરલાઈન્સ કંપનીઓને પણ ભારે રાહત મળી છે. દેશમાં હવાઈ ઈંધણના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. આવામાં હવે ધોમધખતા તાપમાં હવાઈ મુસાફરી સસ્તી થવાના એંધાણ છે.
OMCs એ હવાઈ ઈંધણના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. તેમાં કિલોલીટર દીઠ 6673.87 રૂપિયાનો ઘટાડો થયો છે. નવા ભાવ આજથી જ લાગૂ થયા છે. ગત મહિને 749.25 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. આ અગાઉ એપ્રિલમાં લગભગ 502.91 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે માર્ચમાં 624.37 રૂપિયા ભાવ વધ્યો હતો.
મળી રાહત
સરકારે ક્રૂડ પેટ્રોલિયમ પર વિન્ડ ફોલ ટેક્સ સ્પેશિયલ એડિશનલ એક્સાઈસ ડ્યૂટી (SAED) ને 5700 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 5200 રૂપિયા પ્રતિ ટન કરી છે. નવા દર એક જૂન 2024થી જ લાગૂ થઈ ગયા છે.
મેટ્રો શહેરોમાં શું ભાવ રહેશે
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ સતત ત્રીજા મહિને ઘટ્યા છે. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 69.50 રૂપિયા ઘટ્યો છે. હવે સિલિન્ડર 1676 રૂપિયામાં મળશે. કોલકાતામાં 72 રૂપિયા સુધી ભાવ ઘટ્યો છે અને સિલિન્ડર 1787 રૂપિયામાં મળશે. જ્યારે મુંબઈમાં 69.50 રૂપિયા ભાવ ઘટતા હવે તે 1629 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં સિલિન્ડર 1840.50 રૂપિયાનો થયો છે. ચંડીગઢમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 1697 રૂપિયામાં મળશે. પટણામાં તેના નવા રેટ 1932 રૂપિયા થયા છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં 1704 રૂપિયા જ્યારે યુપીની રાજધાની લખનઉમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2050 રૂપિયા થયો છે.