નાણાકીય વર્ષના પ્રથમ દિવસે વધ્યા LPG સિલિન્ડરના ભાવ, જાણો નવા ભાવ
1 એપ્રિલ 2019 એટલે કે નવા નાણાકીય વર્ષની શરૂઆત થતાં જ સામાન્ય જનતાને આકરો ઝટકો લાગ્યો છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ રસોઇ ગેસના ભાવ વધી ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં 5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો. તો બીજી તરફ સબસિડી વિનાના સિલિન્ડરના ભાવમાં 25 પૈસાનો નજીવો વધારો કરવામાં આવ્યો છે.
ઘટી શકે છે તમારો EMI, આરબીઆઇ ઘટાડી શકે છે રેપો રેટ
ઇન્ડીયલ ઓઇલ દ્વારા જાહેર કરવામાં આવેલી કિંમતો અનુસાર દિલ્હીમાં 14.2 કિલોના સબસિડી વિનાના સિલિન્ડરની ભાવ હવે 706.50 રૂપિયા થઇ ગઇ છે, જ્યારે 31 માર્ચ સુધી તેની કિંમત 701.50 રૂપિયા હતી.
આજથી 10 નિયમોમાં થયા ફેરફાર, જે તમારા જીવન પર કરશે સીધી અસર
કોર્મશિયલ ગેસ સિલિન્ડર 68 રૂપિયા મોંઘો
બીજી તરફ કોમર્શિયલ ઉપયોગમાં લેવાતા 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ 68.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં 1305.05 રૂપિયા થઇ ગઇ છે જ્યારે અત્યાર સુધી આ સિલિન્ડર 1237 રૂપિયામાં મળતો હતો.