નવી દિલ્હીઃ LPG Gas Cylinder Booking: જો તમે વધી રહેલી મોંઘવારીથી પરેશાન છો તો તમારા માટે રાહતના સમાચાર છે. LPG ગેસ સિલિન્ડરના બુકિંગ પર તમે 2700 રૂપિયા કેશબેક પ્રાપ્ત કરી શકો છો. આ ઓફર પેટીએમ તરફથી આપવામાં આવી રહી છે. પેટીએમમે કહ્યું કે, 3 પે 2700 કેશબેક ઓફર ફરી પરત આવી ગઈ છે. આવો જાણીએ કે તમે કઈ રીતે તેનો લાભ ઉઠાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની સૌથી મોટી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કંપનીમાંથી એક પેટીએમ તરફથી એલપીજી ગેસ સિલિન્ડરના બુકિંગ પર આ ઓફર આપવામાં આવી રહી છે. જો તમે પેટીએમ એપ કે વેબસાઇટ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરનું બુકિંગ ત્રમ મહિના સતત કરો છો કો તો 2700 કેશબેક રિટર્ન મેળવી શકો છો. પરંતુ તમને તે જણાવી દઈએ કે આ ઓફર ફર્સ્ટ ટાઇમ યૂઝર્સ માટે છે અને મહિનાનું કેશબેક 10થી 900 વચ્ચે થઈ શકે છે. 


આ પણ વાંચોઃ Sovereign Gold Bond: સસ્તામાં સોનું વેચી રહી છે મોદી સરકાર, 13 ઓગસ્ટ સુધી ખરીદવાની તક


આવો જાણીએ તમે કઈ રીતે ઉઠાવી શકો છો લાભ
જો તમે એપની જગ્યાએ વેબસાઇટથી પેમેન્ટ કરો છો ત્યારે https://paytm.com/Cylinder-Gas-Recharge Gas Cylinder Booking Section પર જાવ.


તમારા ગેસ પ્રોવાઇડર પસંદ કરો- Bharat Gas, HP Gas, Indane અને Proceed પર ક્લિક કરો.


ગ્રાહક નંબર કે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર લખો.


બુકિંગ અમાઉન્ટ લખો. 


પેમેન્ટ મોડ સિલેક્ટ કરો અને  Proceed કરી દો. 


તમારા મોબાઇલ નંબર પર કન્ફર્મેશનનો મેસેજ આવી જશે. 


તમે પેટીએમ દ્વારા પણ તેનો લાભ ઉઠાવી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube