નવી દિલ્હી : એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા ભારતીયો ગેલમાં આવી ગયા છે, પરંતુ તેમના બજેટ પર ગેસ સિલેન્ડરના ભાવનો વધારો ઝીંકાયો છે. દેશના અનેક વિસ્તારોમાં 14.2 કિલોના એલપીજી સિલેન્ડરનો ભાવ 1000ને પાર પહોંચી ગયો છે. જાન્યુઆરીમાં ગેસ સિલેન્ડર ધારકો જેટલા રૂપિયા ચૂકવાતા હતા, તેના કરતા હવે તેમને 200 રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકના બિદારમાં એક સિલેન્ડર 1015.50 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. બેગલુરુમાં સબસીડી વગરનું ઘરેલુ સિલેન્ડર 941 રૂપિયામાં મળે છે. મેંગલુરુમાં સિેલેન્ડરના ભાવ 921 રૂપિયા છે. આ રીતે જ હુબલીમાં 962 રૂપિયા અને બેલાગવીમાં 956 રૂપિયામાં એક સિલેન્ડર વેચાઈ રહ્યું છે. આ પહેલા એપ્રિલ મહિનામાં સબસીડી વગરના ઘરેલુ સિલેન્ડરની કિંમત બેંગલુરુમાં 654 રૂપિયા, મેગલુરુમાં 630 રૂપિયા, હુબલીમાં 670 રૂપિયા અને બેલાગવીમાં 666 રૂપિયા હતી. બિદારમાં તે સમયે તેની કિંમત 721 રૂપિયા હતી. 


હાલ પટનામા ગેસ સિલેન્ડરન 1039 રૂપિયા તથા રાયપુરમાં 1017 રૂપિયામાં, દાર્જિલિંગમાં 1111 રૂપિયા, એઝવાલમાં 1081 રૂપિયા, જમ્મુ સેક્ટરમાં 1003 રૂપિયા તથા કર્ણાટકમાં 1015ને પાર પહોંચી ગયો છે. આમ, દેશના અનેક શહેરોમાં ગેસ સિલેન્ડર ચારના આંકડામાં વેચાઈ રહ્યો છે. 


ટેક્સ અને ડ્યુટીની સાથે આધાર મૂલ્ય ઉપરાંત બોટલિંગ પ્લાન્ટથી તેના અંતરના આધાર પર એક શહેરથી બીજા શહેરમાં એલપીજી સિલેન્ડરનો ભાવ અલગ અલગ હોય છે. બિદારમાં એલપીજીની સપ્લાય બેલાગવી બોટલિંગ પ્લાન્ટથી થાય છે. પબ્લિક સેક્ટરની ત્રણ તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં આવા 11 પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. ગેસ સિલેન્ડરના ભાવમાં આ વધારો ત્યારે થયો, જ્યારે હાલમાં જ પેટ્રોલ-ડીઝલના કિંમતમાં ક્રમશ 7.50 રૂપિયા તથા 4 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ઘેરલુ એલપીસી સિલેન્ડરની કિંમત પેટ્રોલ-ડીઝલની જેમ રોજ નહિ, પરંતુ દર મહિને નક્કી કરાય છે. 


હાલ ચેન્નાઈમાં સિલેન્ડરનો ભાવ 969 રૂપિયા, કોલકાત્તામાં 970 રૂપિયા તથા દિલ્હીમાં 942 રૂપિયા પહોંચ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, પેટ્રોલિયમ મંત્રાલયે વર્ષ 2015માં ડીબીટી સ્કીમ લાગુ કરી હતી. આ સ્કીમ અંતર્ગત ગ્રાહકોને ગેર સિલેન્ડર ખરીદવા માટે પૂરતા રૂપિયા ચૂકવવાના રહેતા હતા. બાદમાં તેમના ખાતામાં સબસીડીના રૂપિયા જમા થાય છે. ત્રણ વર્ષ પહેલા અંદાજે 350 રૂપિયાના ભાવે મળનારો ગેસ સિલેન્ડર હવે 1000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જોકે, સબસીડીની રકમ પણ ગેસ સિલેન્ડરના ભાવની સાથએ વધે છે. પરંતુ સરકારની યોજના ઘરેલુ ગેસ સબસીડી નાબૂદ કરવાની છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો સામે ગેસ સબસીડી છોડવાની અપીલ કરી હતી. જોકે, ઓનલાઈન બુકિંગમાં થયેલા બદલાવને કારણે પણ ખોટું બટન દબાઈ જવાને કારણે ગ્રાહકોને મળનારી સબસીડી બંધ થઈ શકે છે. આવામાં મોઁઘવારીનો સીધો મારે ગ્રાહકો પર પડી રહ્યો છે.