આનંદો...LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો નવા રેટ
લોકડાઉનમાં એક શાનદાર સમાચાર તમારા માટે આવ્યાં છે. રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. હવે લોકડાઉન વચ્ચે તમને મોંઘવારીમાંથી કઈંક રાહત મળશે. ઓઈલ કંપનીઓએ જનતાને મોટી રાહત આપી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ સબસિડી વગરના એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. 14.2 કિલોગ્રામવાળા સબસિડીવગરના ગેસ સિલિન્ડરના ભાવમાં 162.5 રૂપિયા ઘટાડ્યા છે.
નવી દિલ્હી: લોકડાઉનમાં એક શાનદાર સમાચાર તમારા માટે આવ્યાં છે. રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. હવે લોકડાઉન વચ્ચે તમને મોંઘવારીમાંથી કઈંક રાહત મળશે. ઓઈલ કંપનીઓએ જનતાને મોટી રાહત આપી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ સબસિડી વગરના એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. 14.2 કિલોગ્રામવાળા સબસિડીવગરના ગેસ સિલિન્ડરના ભાવમાં 162.5 રૂપિયા ઘટાડ્યા છે.
સિલેન્ડરના નવા ભાવ સમગ્ર દેશમાં લાગુ થઈ ગયા છે. ઈન્ડિયન ઓઈલના જણાવ્યાં મુજબ હવે દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિગ્રાના ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને 581 રૂપિયા થયો છે. જે પહેલા 744 હતો. અમારી સહયોગી ઝીબિઝના અહેવાલ મુજબ કોલકાતામાં ભાવ 774.50 રૂપિયાથી ઘટીને 584.50 રૂપિયા, મુંબઈમાં 714.50થી ઘટીને 579 રૂપિયા તથા ચેન્નાઈમાં ભાવ 761.50 રૂપિયાથી ઘટીને 569.50 રૂપિયા થયો છે.
મોટા સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો
ઓઈલ કંપનીઓએ 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. નવા દર આજથી જ લાગુ થયા છે. નવી દિલ્હીમાં 19 કિગ્રાના રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ 256 રૂપિયા ઘટ્યો છે. હવે ગેસ સિલિન્ડરનો ભાવ 1285.50 રૂપિયાથી ઘટીને 1029.50 રૂપિયા થયો છે. કોલકાતામાં તેનો ભાવ ઘટીને 1086 રૂપિયા, મુંબઈમાં 978 રૂપિયા અને ચેન્નાઈમાં 1144.50 રૂપિયા થયો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube