નવી દિલ્હી: ઓઇલ કંપનીઓ એકતરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ બીજી તરફ ઓઇલ કંપનીઓએ ફરીથી રસોઇ ગેસ (LPG Cylinder)ના ભાવમાં વધારો કરી દીધો છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે રસોઇ ગેસની કિંમતમાં વધારો થયો છે. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (IOCL)ના અનુસાર 14.2 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમાં 1 નવેમ્બરથી 76.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધવાથી દિલ્હીમાં 1 નવેમ્બરથી સબસિડી વિનાના 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 681.50 રૂપિયા થઇ ગઇ છે. ઓક્ટોબર મહિનામાં આ સિલિન્ડર 605 રૂપિયામાં મળતો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિનાના પ્રથમ દિવસે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજનો ભાવ


બધા શહેરોમાં બદલાયા સિલિન્ડરના ભાવ
બીજી તરફ 19 કિલોવળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 119 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમત લાગૂ થયા બાદ આ સિલિન્ડરની કિંમત 1204 રૂપિયા થઇ ગઇ છે. આ પહેલાં ઓક્ટોબરમાં આ સિલિન્ડર 1085 રૂપિયામાં મળી રહ્યા હતા. આ ઉપરાંત 5 કિલોવાળા નાના સિલિન્ડર હવે 264.50 રૂપિયા મળશે. ત્રણેય પ્રકારના સિલિન્ડરની વધેલી નવી કિંમત 1 નવેમ્બરથી લાગૂ થઇ જશે. 1 નવેમ્બરથી અલગ-અલગ શહેરોમાં કિંમત બદલાઇ ગઇ છે.  


1 નવેમ્બરથી કલકત્તામાં રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત 706.00 રૂપિયા થઇ ગઇ છે. તો બીજી તરફ મુંબઇમાં આ સિલિન્ડર 651.00 રૂપિયામાં મળશે. ચેન્નઇમાં એક સિલિન્ડર માટે 695 રૂપિયા ચુકવવા પડશે. કોમર્શિયલ સિલિન્ડર કલકત્તામાં 1258 રૂપિયા, મુંબઇમાં 1151.50 રૂપિયા અને ચેન્નઇમાં 1319 રૂપિયામાં મળશે.