LPG GAS KYC: જલ્દી કરાવી લો ઈ-કેવાઈસી, બાકી બંધ થઈ જશે ગેસ કનેક્શન, સબસિડી પણ નહીં મળે
જો તમારા ઘરમાં ગેસ કનેક્શન હોય તો તમારે ઈ-કેવાઈસી કરાવવી જરૂરી છે. પેટ્રોલિયમ કંપનીઓ તરફથી ગેસ ધારકોને ઈ-કેવાઈસી કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ જો તમારી પાસે ગેસ કનેક્શન છે તો આ સમાચાર તમારા માટે છે. જો તમને પણ ગેસ પર સબસિડી મળે છે અને તમે ઈચ્છો છો કે તે ભવિષ્યમાં મળતી રહે તો તમારે જલ્દી ઈ-કેવાઈસી (eKYC)કરાવવી પડશે. તે માટે તમારે ગેસ એજન્સીમાં જવું પડશે. ત્યાં આધાર કાર્ડ અને બાયોમેટ્રિક મશીનના માધ્યમથી ઈ-કેવીઆઈસી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રથમ તબક્કામાં ઉજ્જવલા યોજનાના ગ્રાહકોની ઈ-કેવાઈસી પૂરી થઈ ચૂકી છે. હવે સામાન્ય ગ્રાહકોની ઈ-કેવાઈસી કરવામાં આવી રહી છે. ઈ-કેવાઈસી ન કરાવવાની સ્થિતિમાં સબસિડી ખતમ કરી વધારાનું કનેક્શન બ્લોક કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
એલપીજી ગેસ ઈ-કેવાઈસી ફરજીયાત
પીએમ ઉજ્જવલા યોજના તથા સામાન્ય ગ્રાહકોને બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન માટે ભારત સરકાર દ્વારા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. તેવામાં બધા ગેસ કનેક્શન ધારકોએ એલપીજી ગેસની કેવાઈસી કરાવવી ફરજીયાત હશે. ભારત સરકાર તેલ તથા પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા આદેશ જારી કરી પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ઈ-કેવાઈસી કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
એલપીજી ગેસ ઈ-કેવાઈસી માટે જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- ગેસ કનેક્શન નંબર
- આધારથી રજીસ્ટર મોબાઈલ નંબર
આ પણ વાંચોઃ શેર છે કે પારસ પથ્થર! 4 મહિનામાં ત્રણ ગણા કર્યાં પૈસા, ખરીદવાની મચી છે લૂટ
ઓફલાઈન એલપીજી ગેસ ઈ-કેવાઈસી માટે
જો તમારી પાસે એલપીજી કનેક્શન છે તો તમારે ઓફલાઈન ઈ-કેવાઈસી માટે તમારા નજીકના સેન્ટરમાં સવારે 10થી સાંજે 5 કલાક વચ્ચે જઈ અપડેટ કરાવી શકો છો.
1. સૌથી પહેલા તમારે સંબંધિત એજન્સીમાં જરૂરી દસ્તાવેજ સાથે જવાનું છે.
2. હવે તમારે ત્યાં પર ગેસ એજન્સી સંચાલકનો સંપર્ક કરવાનો છે.
3. હવે ગેસ એજન્સી સંચાલક દ્વારા તમારી આંખો અથવા અંગુઠાને સ્કેન કરવામાં આવશે.
4. વેરિફિકેશન કર્યા બાદ ગેસ એજન્સી સંચાલક દ્વારા તમારી કેવાઈસી કરી દેવામાં આવશે.
5. આ રીતે તમે ઓફલાઈન માધ્યમથી એલપીજી ગેસની કેવાઈસી કરાવી શકો છો.
આ પણ વાંચોઃ ગજબ છે મહિલાઓ માટે મોદી સરકારની આ સ્કીમ, જમા રકમ પર મળી રહ્યું છે 7.50% વ્યાજ
ઓનલાઈન માધ્યમથી ઈ-કેવાઈસી માટે
1. સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ ખોલો
2. હોમ પેજ પર Check if you need KYC ના ઓપ્શન પર ક્લિક કરો.
3. હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
4. આ પેજ પર Click Here To Download KYC Form ના ઓપ્શન પર ક્લિક કરો.
5. હવે તમારી સામે કેવાઈસી ફોર્મ આવી જશે.
6. આ ફોર્મને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લો.
7. હવે ફોર્મમાં માંગવામાં આવેલી જાણકારી ભરો.
8. હવે જરૂરી દસ્તાવેજોની સાથે ફોર્મ ભરો.
9. હવે કેવાઈસી ફર્મને સંબંધિત ગેસ એજન્સીમાં જમા કરાવી દો.