LPG Price Hike: ફેસ્ટિવલ સીઝન પહેલાં મોંઘવારીનો માર! LPG સિલિન્ડરના ભાવ વધ્યા
LPG Cylinder Price Hike: તહેવારની સિઝન પહેલાં સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો હતો. મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફરી એકવાર એલપીજી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) મોંઘો બન્યો છે.
નવી દિલ્હી: LPG Cylinder Price Hike: તહેવારની સિઝન પહેલાં સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો હતો. મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફરી એકવાર એલપીજી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) મોંઘો બન્યો છે. સરકારી ઓઇલ કંપનીએ આજે 6 ઓક્ટોબરના રોજ ઘરેલૂ ગેસ (LPG Gas Cylinder) ના ભાવ વધાર્યા છે.
LPG ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા
સબસિડીવાળા 14.2 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં મહિના પ્રથમ દિવસે જ ઓઇલ કંપનીઓએ 19 Kg કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 43.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો હતો. જોકે તે સમયે ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.
1 Activa ની કિંમતમાં ખરીદો 2 ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં 120KM સુધી દોડશે
મહાનગરોમાં રસોઇ ગેસ સિલિન્ડરના નવા રેટ
1. રસોઇ ગેસ સિલિન્ડરની ભાવ વધારા બાદ હવે દિલ્હીમાં સબસિડી વિનાના 14.2 કિલો ગ્રામ સિલિન્ડરના ભાવ વધીને 899.50 રૂપિયા થઇ ગયા છે.
2. તો બીજી તરફ કલકત્તામાં રસોઇ ગેસ સિલિન્ડરનો ભાવ 911 રૂપિયાથી વધીને 926 રૂપિયા થઇ ગયો છે.
3. મુંબઇમાં રસોઇ ગેસની કિંમત 844.50 રૂપિયાથી વધીને 899.50 હવે 915.50 રૂપિયા થઇ ગઇ છે.
19 કિગ્રા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત
દિલ્હીમાં 19 કિગ્રા કોમર્શિયલ ગેસની કિંમત 1736.5 રૂપિયા છે. કલકત્તામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 1805.5 રૂપિયા છે. મુંબઇમાં 1685 રૂપિયા અને ચેન્નઇમાં 1867.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.
આ રીતે ચેક કરો એલપીજીના ભાવ
તમારા શહેરમાં રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરવા માટે તમે સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જાવ. ત્યાં કંપનીઓ દર મહિને નવા રેટ્સ જાહેર કરે છે. https://iocl.com/Products/IndaneGas.aspx લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરના નવા ભાવ ચેક કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube