Gas Price: ગેસના ભાવ પર સરકારે લીધો મોટો નિર્ણય, હવે સસ્તામાં મળશે સિલિન્ડર!
LPG Gas Price: દેશભરમાં ગેસના વધતા ભાવને ઓછા કરવા માટે સરકાર તરફથી મોટો નિર્ણય લેવાયો છે. હવે સરકારી ઓઈલ કંપનીઓ દેશભરમાં નવી ગેસ નિર્ધારણ વ્યવસ્થા લાવવા જઈ રહી છે. જેનાથી જનતાને રાહત મળશે.
LPG Gas Price: દેશભરમાં ગેસના વધતા ભાવને ઓછા કરવા માટે સરકાર તરફથી મોટો નિર્ણય લેવાયો છે. હવે સરકારી ઓઈલ કંપનીઓ દેશભરમાં નવી ગેસ નિર્ધારણ વ્યવસ્થા લાવવા જઈ રહી છે. જેનાથી જનતાને રાહત મળશે. આ સાથે જ ગેસના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે. દેશની નવી ગેસ મૂલ્ય નિર્ધારણ વ્યવસ્થાથી ઓએજીસી (ONGC) અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડ(OIL) જેવી ગેસ કંપનીઓની આવક ઘટશે.
એએન્ડપી રેટિંગ્સે આપી જાણકારી
એસએન્ડપી રેટિંગ્સે શુક્રવારે આ અંગે જાણકારી આપી છે. જો કે નવા માનદંડ કઠિન ક્ષેત્રોથી ઉત્પાદિત ગેસના ભાવને પ્રભાવિત કરશે નહીં. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટે જેવી કંપનીઓ આ પ્રકારના ક્ષેત્રોનું સંચાલન કરે છે.
6 એપ્રિલે સરકારે કરી હતી જાહેરાત
સરકારે 6 એપ્રિલના રોજ નવા દિશાનિર્દેશોની જાહેરાત કરી હતી. જે હેઠળ સરકાર ઘરેલુ સ્તર પર ઉત્પાદિત ગેસની કિંમતો માસિક આધાર પર નક્કી કરશે. આ દર મહિને ભારતીય ક્રૂડ બાસ્કેટ (ભારત દ્વારા આયાત કરાયેલા ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત) ના 10 ટકા હશે.
ચીનના નકલી સૂર્યે ફરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ , 403 સેકન્ડ માટે ભયાનક ગરમી પેદા કરી
11 હજાર કલાકારોએ બિહુ ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પીએમ મોદી બન્યા સાક્ષી
કોવિડ-19 જેવી જીવલેણ બીમારી ઘાત લગાવીને બેઠી છે! જલદી જોવા મળશે 'મોતનું તાંડવ'
પહેલા 6 મહિને થતી હતી સમીક્ષા
સરકારે ગેસ કિંમત માટે ચાર અમેરિકી ડોલર પ્રતિ 10 લાખ બ્રિટિશ થર્મલ યુનિટની નીચલી સીમા અને 6.5 ડોલર પ્રતિ યુનિટની ઉપરી સીમા પણ નક્કી કરી. એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સની શાખ વિશ્લેષક શ્રુતિ જટાકિયાએ કહ્યું કે અમને આશા છે કે નવા ગેસ મૂલ્ય નિર્ધારણ માનદંડોથી કિંમતોમાં વધુ તેજીથી સંશોધન થશે. આ અગાઉ કિંમતોમાં છ મહિનામાં એકવાર સમીક્ષા કરવામાં આવતી હતી.
રેટિંગ કંપનીએ બહાર પાડ્યું નિવેદન
એસએન્ડપીએ એક નિવેદનમાં કહ્યું કે નીચલી મૂલ્ય સીમાનો અર્થ છે કે ઓએનજીસી પોતાના ગેસ ઉત્પદાનો પર ઓછામાં ઓછું ચાર ડોલર પ્રતિ યુનિટનું મૂલ્ય મેળવી શકશે. ભલે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રાકૃતિક ગેસની કિંમતો ઐતિહાસિક રીતે ઘટી જાય. આ પ્રકારે કિંમતોની ઉપરી સીમ ઓએનજીસી માટે આવકમાં વૃદ્ધિ સિમિત કરશે. ખાસ કરીને હાલની વધેલી કિંમતો વચ્ચે આવું જોવા મળશે.
(અહેવાલ ભાષા એજન્સી)