નવી દિલ્લી: LPG સબસિડીઃ LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર. સબસિડી તરીકે ગ્રાહકોના ખાતામાં પ્રતિ સિલિન્ડર 79.26 રૂપિયા જમા થવા લાગ્યા છે. પરંતુ, જો તમે પણ LPG સિલિન્ડર ખરીદો છો અને તમારા ખાતામાં સરકાર તરફથી કોઈ સબસિડી નથી આવી રહી, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે સબસિડી કેમ બંધ થાય છે. જો તમને સબસિડી ન મળતી તો તમારે તપાસ કરવી જોઈએ કે આવું કેમ થઈ રહ્યું છે. LPG સિલિન્ડર મોંઘા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સબસિડીના કારણે સામાન્ય લોકોને સિલિન્ડરની મોંઘવારીમાંથી થોડી રાહત મળી છે. ચાલો જાણીએ કે સબસિડીની તપાસની સંપૂર્ણ પ્રક્રિયા કેવી રીતે થાય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોલીવુડનો સૌથી મોટો સ્ટાર રોજ નવી મહિલાઓ સાથે માણતો હતો સેક્સ! જુઓ ભારે પડ્યો નવાબી શોખ

આ કારણે સબસિડી બંધ થઈ શકે છે-
જો તમને સબસિડી નથી મળી રહી તો તેના ઘણા કારણો હોઈ શકે છે. પ્રથમ એ કે તમે તમારો બેંક એકાઉન્ટ નંબર યોગ્ય રીતે દાખલ નથી કર્યો. સબસિડી ન જમા થવા પાછળનું આ પણ એક કારણ હોઈ શકે. જો તમે નથી જાણતા કે LPG સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં જમાં થઈ રહી છે કે નહીં, તો તે જાણવાનો ઉપાય શું છે, તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ. આ માટે તમારે ક્યાંય જવાની કે કોઈને પૂછવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ મિનિટોમાં આ સરળતાથી જાણી શકો છો. આ પદ્ધતિ ખૂબ જ સરળ છે.

કેટરીનાના ગાલ જેવા રસ્તા બનાવવા મંત્રીનું ફરમાન! નેતાજી હેમા માલિની વિશે તો એવું બોલ્યાં કે...!

1- આ માટે પ્રથમ www.mylpg.in વેબસાઈટ પર વિઝિટ કરો
2. આ પછી તમને જમણી બાજુએ ત્રણ કંપનીનાં ગેસ સિલિન્ડરનાં ફોટો દેખાશે.
3- તમારા સર્વિસ પ્રોવાઈડર જે પણ હોય તેના ગેસ સિલિન્ડરના ફોટો પર ક્લિક કરો.
4. આ પછી એક નવી વિન્ડો ખુલશે જેમાં તમારા ગેસ સર્વિસ પ્રોવાઈડરની માહિતી હશે.
5- ઉપર જમણી બાજુએ સાઈન-ઈન અને ન્યૂ યુઝરનો વિકલ્પ હશે, તેના પર ક્લિક કરો.
6. જો તમારું ID પહેલેથી જ બનેલું છે તો તમારે સાઈન-ઈન કરવું પડશે.
7-જો ID ન હોય તો તમારે નવો યુઝર સિલેક્ટ કરવો પડશે.
8. આ પછી, જે વિન્ડો ખુલશે તેમાં જમણી બાજુએ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રીનો વિકલ્પ હશે, તેના પર ક્લિક કરો.
9- અહીં તમને ખબર પડશે કે તમને સબસિડી મળી રહી છે કે નહીં.
10- જો તમને સબસિડી ન મળે તો તમે 18002333555 ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો.

Football જગતમાં વિવાદનું બીજું નામ એટલે Diego Maradona! જાણો સ્લમડોગથી સુપરસ્ટાર બનવાની કહાની

એટલા માટે સબસિડી બંધ થઈ જાય છે-
સરકાર ઘણા લોકોને LPG સિલિન્ડર પર સબસિડી નથી આપતી, તેનું કારણ એ હોઈ શકે છે કે તમારું આધાર લિંક નથી. બીજી વાત એ છે કે જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ છે, તો સરકાર તેમને સબસિડીના દાયરાની બહાર રાખે છે, એટલે કે સબસિડી આપવામાં આવતી નથી. તેથી જો તમારી આવક 10 લાખથી વધુ હોય તો તમે સબસિડી મેળવવા માટે હકદાર નહીં. આમાં એક પેંચ એમ પણ છે કે,  જો તમારી આવક 10 લાખ રૂપિયાથી ઓછી હોય પરંતુ તમારી પત્ની અથવા પતિ કમાતા હોય અને બંનેની આવક 10 લાખ કે તેથી વધુ હોય તો પણ સબસિડી નહીં મળે.

પ્લેબોય સાથે જોડાશે WWE ની આ Star! બોલ્ડ ફોટોશૂટ જોઈ દુનિયા થઈ ગઈ હેરાન! આ Video જોશો તો તો...!

તમને કેટલી સબસિડી મળે છે-
વર્તમાન યુગમાં ઘરેલુ ગેસ પરની સબસિડી ઘણી ઓછી રહી છે. સબસિડી તરીકે ગ્રાહકોના ખાતામાં 79.26 રૂપિયા આવી રહ્યા છે, જોકે એક સમય એવો પણ હતો જ્યારે સિલિન્ડર પર 200 રૂપિયા સુધીની સબસિડી મળતી હતી. હવે ગ્રાહકોને સિલિન્ડર પર ઓછી સબસિડી મળી રહી છે તો બીજી તરફ સિલિન્ડરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

આ તારીખો નોંધી લેજો નહીં તો ડિસેમ્બરમાં પૈસા માટે મારવા પડશે ફાંફાં! 16 દિવસ બંધ રહેશે બેંક

યુવતી પર ચઢી ગયો મગર! યુવતીને મજા પડી તો જમીન પર આળોટીને મગર સાથે એન્જોય કરવા લાગી! જુઓ Video

આ જંગલમાં રહે છે 7 ફૂટ લાંબો આદિમાનવ! 16 ઇંચ લાંબા છે તેના પગ, સામે આવ્યાં પુરાવા

ઉડતી ગાડીઓ અને તરતા શહેરો! આવું હશે ભવિષ્યનું જીવન! હવે સજાતિય સંબંધોથી પણ થશે બાળકનો જન્મ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube