નવી દિલ્હી: LPG Cylinder Subsidy: રાંધણ ગેસ સિલિન્ડરની સબસિડી અંગે ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાંધણ ગેસના ભાવ વધારાની સતત વાતો થઈ રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. આ વચ્ચ સતત ચર્ચા છે કે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ 1000 રૂપિયા સુધી પહોંચી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LPG સિલિન્ડરની વધતા ભાવ સામે સરકારના વિચાર હજુ સુધી સામે આવ્યા નથી. પરંતુ સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં આ સંકેત મળી રહ્યા છે કે ગ્રાહક એક સિલિન્ડર માટે 1000 રૂપિયા પણ આપવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એલપીજી સિલિન્ડરને લઇને સરકાર બે વલણ અપવાની શકે છે. પહેલું, સરકાર સબસિડી વગર સિલિન્ડર સપ્લાય કરી શકે છે. બીજું, કેટલાક સિલેક્ટેડ ગ્રાહકોને જ સબસિડીનો લાભ આપવામાં આવશે.


સબસિડી પર શું છે સરકારનો પ્લાન?
સબસિડી આપવા વિશે સરકાર તરફથી હાલમાં કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ વર્તમાન સમયમાં મળતી જાણકારી અનુસાર, 10 લાખ રૂપિયા આવકના નિયમને લાગુ રાખવામાં આવશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થિઓને સબસિડીનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે બાકીના લોકોને સબસિડી મળી શકશે નહીં.


સબસિડી પર સરકાર કરે છે આટલો ખર્ચ
તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનાથી એલપીજી પર સબસિડી મળવા લાગી છે. સબસિડી પર સરકારનો ખર્ચ નાણાકીય વર્ષ 2021 દરમિયાન 3,559 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે નાણાકીય વર્ષ 2020 માં આ ખર્ચ 24,468 કરોડ રૂપિયા હતો. જે ડીબીટી સ્કીમ હેઠળ છે જેની શરૂઆત જાન્યુઆરી 2015 માં કરવામાં આવી હતી. જે અંતર્ગત ગ્રાહકોએ સબસિડી વગરના એલપીજી સિલિન્ડર માટે સંપૂર્ણ રકમ ચૂકવવાની રહેશે. ત્યારે સરકાર તરફથી સબસિડીના પૈસા ગ્રાહકોના બેંક ખાતામાં રિફન્ડ કરવામાં આવે છે. જો કે, આ રિફન્ડ ડાયરેક્ટ થયા છે, તેથી સ્કીમનું નામ DBTL રાખવામાં આવ્યું છે.


સતત વધતી કિંમત
ગેસ સિલિન્ડરના ભાવ વધી રહ્યા છે. ગત વર્ષ એટલે કે 2021 માં ગેસ સિલિન્ડરના ભાવ સતત વધારો જોવા મળ્યો હતો. નવા વર્ષમાં અત્યાર સુધી રાંધણ ગેસના ભાવમાં કોઈપણ અપડેટ આવ્યા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube