LPG Cylinder Price: ખુશખબર! એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
LPG Cylinder Rate: મોંઘવારીથી ત્રસ્ત જનતાને આજે નવા મહિનાના પહેલા દિવસે સારા સમાચાર મળ્યા છે. રાંધણ ગેસના બાટલાના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. સતત પાંચમીવાર એવું બન્યું છે કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. ભાવ ઘટવાથી લોકોને ચોક્કસપણે રાહત મળશે. લેટેસ્ટ ભાવ જાણવા માટે વાંચો અહેવાલ.
LPG Cylinder Rate: સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો થયો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો થયો છે. એક સપ્ટેમ્બરે ઈન્ડિયન ઓઈલ તરફથી બહાર પાડવામાં આવેલા ભાવ મુજબ રાજધાની દિલ્હીમાં 19 કિલોવાળો કોમર્શિયલ સિલિન્ડર 91.50 રૂપિયા સસ્તો થયો. સિલિન્ડર માટે આજથી હવે 1885 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ આ સિલિન્ડરનો ભાવ 1976.50 રૂપિયા હતો.
આજનો લેટેસ્ટ ભાવ
સતત પાંચમીવાર એવું બન્યું છે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. મે મહિનામાં 2354 રૂપિયાની રેકોર્ડ કિંમત પર પહોંચનારો 19 કિલોનો સિલિન્ડર દિલ્હીમાં 1885 રૂપિયાનો થયો છે. રાજધાની દિલ્હીમાં હવે તેના માટે 1976.50ની જગ્યાએ 1885 રૂપિયા આપવા પડશે. એ જ રીતે હવે કોલકાતામાં 2095.50 રૂપિયાની જગ્યાએ 1995.50 રૂપિયા ચૂકવવા પડશે. મુંબઈમાં 1936.50ની જગ્યાએ 1844 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ચેન્નાઈમાં 2141ની જગ્યાએ 2045 રૂપિયા ચૂકવવા પડશે. 14.2 કિલોવાળા ગેસ સિલિન્ડના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
આજથી બદલાયા આ 5 નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, જાણવું જરૂરી
સતત પાંચમીવાર ભાવ ઘટ્યા
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત પાંચમીવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. 19મી મે 2022ના રોજ 2354 રૂપિયાની રેકોર્ડ કિંમત પર પહોંચનારો ગેસ સિલિન્ડર 1 જૂને 2219 રૂપિયાનો થયો. તેના એક મહિના બાદ સિલિન્ડરના ભાવમાં 98 રૂપિયાનો ઘટાડો થયો અને તે 2021 રૂપિયા થયો. 6 જુલાઈએ ઓઈલ કંપનીઓએ આ સિલિન્ડરના ભાવ ઘટાડીને 2012.50 રૂપિયા કર્યો. એક ઓગસ્ટે પણ ભાવ ઘટતા હવે આ સિલિન્ડર 1976.50 રૂપિયાનો મળવા લાગ્યો. હવે આજથી શરૂ થયેલા નવા મહિને પણ ભાવ ઘટતા હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1885 રૂપિયા થયો. કિંમતમાં સતત ઘટાડાના પગલે મોંઘવારીના મોરચે જનતાને રાહત મળી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube