નવી દિલ્હીઃ રસોઈ ગેસને લઈને કેન્દ્ર સરકાર મોટી તૈયારીમાં છે. ઉજ્જવલા યોજનાથી દરેક ઘરમાં એલપીજી પહોંચાડ્યા બાદ હવે કેન્દ્ર સરકાર દેશમાં ગેસ પાઇપ લાઇનનો વિસ્તાર વધારવામાં લાગી છે. આ વિશે સોમવારે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં પશ્નકાળ દરમિયાન વિસ્તૃત જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક ઘરમાં પાઇપ લાઇનથી પહોંચશે રસોઈ ગેસ
તેમણે કહ્યું કે ગેસ પાઇપ લાઇનના વિસ્તાર કાર્ય બાદ ભારતે 82 ટકાથી વધુ ક્ષેત્ર અને 98 ટકા વસ્તીને પાઇપ લાઇનથી રસોઈ ગેસ સપ્લાય કરવામાં આવશે. ગેસ પાઇપ લાઇન નાખવા માટે અને તેના વિસ્તાર કાર્ય માટે બોલી પ્રક્રિયા આ વર્ષે 12 મેથી શરૂ કરવામાં આવશે. 


દેશની 98 ટકા વસ્તી આવી જશે
હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે બોલી પ્રક્રિયા બાદ પાયાનું માળખુ તૈયાર કરવામાં આવશે. તેમાં ચોક્કસ સમય લાગે છે. તેમણે કહ્યું, 11માં રાઉન્ડની બોલી બાદ 82 ટકાથી વધુ જમીન ક્ષેત્ર અને 98 ટકા વસ્તીને રસોઈ ગેસ પાઇપ લાઇનથી આપી શકાશે. 


આ પણ વાંચોઃ Indian Railways: IRCTC ની સાથે કરો ચાર ધામ યાત્રા, 12 દિવસના પેકેજમાં મળશે ખાસ સુવિધા


કેટલાક અંતરીયાળ વિસ્તાર સુધી નહીં પહોંચે ગેસ લાઇન
તો પહાડી વિસ્તારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પૂર્વોત્તર ક્ષેત્ર અને જમ્મુ-કાશ્મીરના કેટલાક દુર્ગમ વિસ્તાર ગેસ પાઇપ લાઇન હેઠળ નહીં આવે. તેમણે કહ્યું કે એલપીજી સિલેન્ડરની તુલનામાં પાઇપના માધ્યમથી મળનાર ગેસ સસ્તો છે અને ગ્રાહકો માટે અનુકૂળ છે. 


આ પણ વાંચોઃ Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો નવી કિંમત


1000 એલએનજી સ્ટેસન પ્રસ્તાવિત
તેમણે કહ્યું કે કોવિડ મહામારી દરમિયાન ઉજ્જવા યોજનાના લાભાર્થીઓને ફ્રી એલપીજી સિલિન્ડર આપવામાં આવ્યા. આજે ગેસ સિલિન્ડરોની સંખ્યા 30 કરોડ થઈ ગઈ છે જે 2014માં કુલ 14 કરોડ હતી. તેમણે કહ્યું કે અમે દેશની તમામ વસ્તીને કવર કરીશું અને આ કામ પ્રગતિ પર છે. ગેસ પાઇપ લાઇનના વિસ્તાર વિશે તેમણે કહ્યું કે 1 હજાર એલએનજી સ્ટેશન પ્રસ્તાવિત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube