નવી દિલ્હી : ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ સાથે જોડાયેલી ભારતની લોકપ્રિય કંપની લાર્સન એન્ડ ટુબ્રો પોતાનો ઇલેક્ટ્રિકલ બિઝનેસ વેચવાનું પ્લાનિંગ કરી રહી છે. આ માટે કંપનીએ ફ્રાન્સની કંપની સાથે હાથ મેળવ્યા છે. રિપોર્ટ પ્રમાણે આ ડીલ 14 હજાર કરોડ રૂ.માં થઈ છે. ઇન્ફ્રા સેક્ટર સાથે જોડાયેલી કંપની L&Tએ આ વાતની જાહેરાત પણ કરી છે. આ ડીલ સંપૂર્ણપણે કેશમાં કરાઈ છે. ગત નાણાંકીય વર્ષમાં કંપનીની આવક 5,038 કરોડ રૂ. રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્રાન્સની શ્નાઇડર ઇલેક્ટ્રિકને L&T પોતાનો બિઝનેસ વેચી રહી છે. આ કંપની 180 વર્ષ જૂની છે અને એનર્જી મેનેજમેન્ટ તેમજ ઓટોમેશન સોલ્યુશન જેવા અનેક બિઝનેસમાં છે. ઇલેક્ટ્રિકલ બિઝનેસ વેચવા માટે L&Tએ શ્રાઇડર ઇલેક્ટ્રિક સાથે ડિલ કરી છે જે પ્રમાણે L&T પોતાનો ઇલેક્ટ્રિકલ તેમજ ઓટોમેશન બિઝનેસ વેંચી દેશે. આ સમગ્ર પ્રક્રિ્યા 18 મહિનામાં આટોપી લેવામાં આવશે. આ નિર્ણય L&Tએ પ્લાનિંગપૂર્વક લીધો છે અને હવે તે કોર બિઝનેસમાં રોકાણ વધારશે જેથી રોકાણકારોને લાંબા ગાળે સારી વેલ્યૂ મળે. આ નિર્ણયને પગલે કર્મચારીઓ તેમજ બિઝનેસ પાર્ટનર તેમજ શેર હોલ્ડર્સને ફાયદો થશે. 


...જ્યારે ડિરેક્ટરે એક્ટ્રેસને કહ્યું કે તને નાઇટીમાં જોવી છે


L&Tના ટોચના અધિકારીએ માહિતી આપી છે કે આ ડીલ માટે હજી રેગ્યુલેટરી મંજૂરી નથી મળી. તેમણે કહ્યું કે આ ડીલ અંતર્ગત મરીન તેમજ સ્વિચગિયર સહિતના બિઝનેસ નવી કંપનીને ટ્રાન્સફર કરવામાં આવશે. આમાં ઓટોમેશનના પણ અનેક પ્રોજેક્ટ છે.