Bungalow neighbouring Amitabh Bachchan: જો તમે પણ બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન  (Amitabh Bachchan) ના જબરા ફેન છો, તો તમારી પાસે તેમના પડોશી બનવાની તક છે. તમે અમિતાભ બચ્ચનના બંગલાની પાસે તમારું પોતાનું ઘર ખરીદી શકો છો. મુંબઇના જુહૂ બીચ પાસે બિગ બીના બંગલા જલસા (Jalsa) ની પડોશમાં એક બંગલાની હરાજી થઇ રહી છે. ડ્યૂશ બેંક Deutsche Bank)એ 25 કરોડ રૂપિયાની રિઝર્વ પ્રાઇઝ સાથે બંગલાને હરાજી પાસે મુક્યો છે. બેંક દ્વારા જાહેર પબ્લિક નોટીસ અનુસાર બંગલાનો કાર્પેટ એરિયા, 1,164 વર્ગ ફૂટ છે. સાથે 2,175 ફૂટનો ઓપન સ્પેસ પણ છે. આ હરાજી 27 માર્ચે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bank Jobs: મોટા પગારની નોકરી ઇચ્છતા લોકો માટે સોનેરી તક, ચૂકશો તો પસ્તાશો
Bajaj CNG Bike ઘટાડી દેશે 50-65% પેટ્રોલ ખર્ચ, જાણો એન્જીનથી માંડીને તમામ ફીચર્સ


25 કરોડ રૂપિયા છે રિઝર્વ પ્રાઇસ 
બેંક દ્વારા સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ (SARFAESI) 2002 હેઠળ આ બંગલો હરાજી માટે મૂકવામાં આવી રહ્યો છે. જાહેર સૂચના અનુસાર બેંકે એપ્રિલ 2022 માં ઉધાર લેનારાઓ અને સહ-ઉધાર લેનારા સેવન સ્ટાર સેટેલાઇટ પ્રાઇવેટ લિમિટેડને ડિમાંડ નોટિસ મોકલી હતી. તેમાં 12.89 કરોડની બાકી રકમ 60 દિવસમાં ચૂકવવા જણાવ્યું હતું. બેંકે જાહેર નોટિસમાં જણાવ્યું હતું કે લોન લેનારા અને સહ-ઋણ લેનારાઓ બાકી ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી તેમણે ગીરો મૂકેલી મિલકતનો કબજો લઈ લીધો છે. 27 માર્ચે યોજાનારી હરાજીની અનામત કિંમત રૂ. 25 કરોડ છે અને EMD રકમ રૂ. 2.50 કરોડ છે.


12 વર્ષ બાદ ગુરૂ અને સૂર્યનું થશે મહામિલન, આ 3 રાશિઓના શરૂ થશે Golden Days
Holi 2024: હોળી પર 100 વર્ષ બાદ લાગશે ચંદ્ર ગ્રહણ, 3 રાશિઓનો ભાગ્યોદયનો પ્રબળ યોગ


ડિસ્કાઉંટેડ પ્રાઇસ પર હરાજી કરે છે બેંક
સામાન્ય રીતે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર હરાજીના માધ્યમથી સંપત્તિઓ વેચવામાં આવે છે અને સંભવિત ખરીદદારોને સારી ડીલ મળી જાય છે. બેંકો પાસે હરાજી માટે ઘણા પ્રકારના એસેટ્સ હોય છે. ગ્રાહકો લોન ડિફોલ્ત થતાં અને નોટીસ મોકલવા છતાં પણ લોન ચૂકવતા નથી ત્યારે બેંક આ એસેટ્સ પર કબજો કરી લે છે. ત્યારબાદ આ એસેટ્સની હરાજી થાય છે. બેંક આ એસેટ્સને સામાન્ય રીતે માર્કેટ પ્રાઇઝ કરતાં 15 થી 30 ટકા ડિસ્કાઉન્ટ પર વેચે છે. આ મામલે જો જુહૂ બીચની આસપાસના એરિયામાં સમાન આકારનો બંગલો ખરીદવા માંગો છો, તો તેની કિંમત સરળતાથી લગભ્ગ 35-40 કરોડ રૂપિયા હશે. 


No Smoking Day: જો તમે બીડી-સિગરેટના બંધાણી છો? આટલું કરશો તો ફેફસાં રહેશે હેલ્ધી
SBI ગ્રાહકોના દિવસો બદલાયા, હવે આ 5 FD માં પૈસા રોકશો તો મળશે 7.9% વ્યાજ