નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty)ઉતાર-ચઢાવ વચ્ચે 20 હજારનો આંકડો પાર કરી ગયો છે અને બજારમાં ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO)ની હોડ લાગી છે. આ કડીમાં મસાલા બનાવનારી દેશની મુખ્ય કંપનીઓમાંથી એક મધુસૂદન મસાલા (Madhusudan Masala)નો આઈપીઓ આગામી સપ્તાહે બજારમાં આવવા માટે તૈયાર છે. ગુજરાતમાં મુખ્યાલયવાળી કંપની મધુસૂદન મસાલાએ 18 સપ્ટેમ્બરે પોતાનો આઈપીઓ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીઓ માટે કંપનીએ 66થી 70 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપની પોતાના આઈપીઓ હેઠળ કુલ 34 લાખ ઈક્વિટી શેરને વેચાણ માટે રાખશે અને 70 રૂપિયાની ઉપરી પ્રાઇઝ બેન્ડ પ્રમાણે કંપની પોતાના આઈપીઓ દ્વારા આશરે 23.80 કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારી છે. આજે ગ્રે માર્કેટમાં કંપની 35 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. એટલે કે ઈન્વેસ્ટરોને 50 ટકાનો નફો થઈ શકે છે. 


આ પણ વાંચોઃ સરકાર મોંઘવારી ભથ્થામાં કરી શકે છે 4 ટકાનો વધારો, સાથે મળશે DA એરિયર


IPO 15 સપ્ટેમ્બરે એન્કર ઈન્વેસ્ટરો માટે ખુલશે
આ IPO 15 સપ્ટેમ્બરે એક દિવસ માટે એન્કર રોકાણકારો માટે ખુલશે. કંપનીનો IPO 21 સપ્ટેમ્બરે બંધ થશે. રોકાણકારો આ IPO માટે ઘણાં આધાર પર બિડ કરી શકે છે. એક લોટમાં કંપનીના 2 હજાર શેર હશે. રિટેલ ઈન્વેસ્ટરો મહત્તમ અને ઓછામાં ઓછા 1 લોટ માટે બિડ કરી શકે છે અને આ માટે તેમણે 1.4 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.


કંપનીનો કારોબાર
આ કંપની છેલ્લા 32 વર્ષથી મસાલાના કારોબારમાં છે. તે 'ડબલ હાથી' અને 'મહારાજા' બ્રાન્ડ નામથી પોતાની પ્રોડક્ટ વેચે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube