મુંબઇ: કોઇ ખેડૂત જો 1100 કિલોથી વધુ ડુંગળી વેચીને ફક્ત 13 રૂપિયા કમાય તો તમને આ મજાક લાગશે. પરંતુ આ મામલો એકદમ સાચો છે અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલો છે. શિયાળાની સિઝનમાં ડુંગળીના ભાવમાં વધારો હોવાછતાં મહારાષ્ટ્રના સોલાપુરના એક ખેડૂતે 1,123 કિલો ડુંગળી વેચીને ફક્ત 13 રૂપિયાની કમાણી કરી. મહારાષ્ટ્રના ખેડૂત નેતાએ જ્યાં તેને અસ્વિકાર્ય ગણાવી છે, તો બીજી તરફ એક કમીશન એજન્ટે દાવો કર્યો કે ખરાબ ગુણવત્તાના કારણે માલની ઓછી કિંમત લગાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોલાપુરના કમીશન એજન્ટ દ્રારા કરવામાં આવેલી કરવામાં આવેલી વેચાણની રસીદમાં એક ખેડૂત બપ્પૂ કાવડેએ બજારમાં 1,123 કિલો ડુંગળી મોકલી અને તેના બદલામાં ફક્ત 1,665.50 રૂપિયા મળ્યા. તેમાં ખેતરમાંથી કમીશન એજન્ટની દુકાન સુધી માલ પહોંચાડવાની મજૂરી, વજન કરવાનો ચાર્જ અને ટ્રાંસપોર્ટ ખર્ચ સામેલ છે, જ્યારે ઉત્પાદન ખર્ચ 1,651.98 રૂપિયા છે. તેનો અર્થ છે કે ખેડૂતે ફક્ત 13 રૂપિયા કમાયા. 

VISA મેળવવા હોય કે લગ્ન કરવા હોય, ભકતોની મનોકામના પૂર્ણ કરે છે ગુજરાતના આ દાદા


કાવડેના વેચાણની રસીદ ટ્વીટ કરનાર સ્વાભિમાની શેતકારી સંગઠનના નેતા અને પૂર્વ લોકસભા સાંસદ રાજૂ શેટ્ટીએ કહ્યું ''કોઇ આ 13 રૂપિયાનું શું કરશે. આ અસ્વીકાર્ય છે. ખેડૂતે પોતાના ખેતમાંથી કમિશન એજન્ટ દુકાન પર ડુંગળીની 24 બોરી મોકલી અને તેના બદલામાં તેણે ફક્ત 13 રૂપિયાની કમાણી કરી.''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube