ગજબ છે મહિલાઓ માટે મોદી સરકારની આ સ્કીમ, જમા રકમ પર મળી રહ્યું છે 7.50% વ્યાજ, જાણો તેની ખાસિયત
મોદી સરકારે વર્ષ 2023ના બજેટમાં મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ નામની એક સ્કીમ શરૂ કરી હતી, જેમાં પોતાની જમા રકમનું રોકાણ કરવા પર મહિલાઓને બમ્પર રિટર્ન મળશે.
નવી દિલ્હીઃ જો તમે મહિલા છો અને તમારી જમા રકમને રોકાણ કરી સારો નફો કમાવા વિશે વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં મોદી સરકારે વર્ષ 2023ના બજેટમાં મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ નામની આ સ્કીમ શરૂ કરી હતી, જેમાં તે પોતાની જમા રકમનું રોકાણ કરવા પર બમ્પર રિટર્ન મળે છે. નોંધનીય છે કે આ સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ બે વર્ષનો છે અને તેમાં જમા રકમ પર 7.50 ટકાનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. આ સ્કીમને ખાસ કરીને મહિલાઓની જરૂરીયાત પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. આ સિવાય સ્કીમમાં તમને પ્રીમેચ્યોર વિડ્રોલની સુવિધા પણ મળે છે. આવો આ સ્કીમ વિશે જાણીએ.
કઈ રીતે ખોલાવી શકો છો એકાઉન્ટ
મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ હેઠળ કોઈપણ ઉંમરની મહિલા ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમ માટે સરકારે કોઈ ઉંમર મર્યાદા નક્કી કરી નથી. નોંધનીય છે કે સગીર બાળકી પણ આ સ્કીમ હેઠળ પોતાના માતા-પિતાની દેખરેખમાં ખાતુ ખોલાવી શકે છે. જ્યારે યુવતી 18 વર્ષની થશે તો એકાઉન્ટ તેના નામે ટ્રાન્સફર થઈ જશે. એકાઉન્ટ ખોલાવવા સમયે તમારે ફોર્મ જમા કરી KYC ની પ્રક્રિયા પૂરી કરવી પડશે. ત્યારબાદ તમે 2 લાખ રૂપિયા સુધી તમારા આ એકાઉન્ટમાં જમા કરી શકો છો.
આ પણ વાંચોઃ Post Office Scheme: 5 લાખના રોકાણને ₹10,51,175 બનાવી દેશે આ સ્કીમ, કરવું પડશે આ કામ
પ્રીમેચ્યોર વિડ્રોલ પર આટલું મળશે વ્યાજ
મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ હેઠળ ગ્રાહકોને 1 વર્ષ બાદ પોતાની જમા રકમ પર 40 ટકા સુધી પૈસા ઉપાળવાની છૂટ મળે છે. આ સિવાય જો કોઈ પરિસ્થિતિમાં ખાતેધારકનું મૃત્યુ થાય તો નોમિની આ પેજને ક્લેમ કરી જમા રકમ ઉપાડી શકે છે. તો એકાઉન્ટહોલ્ડર કોઈ બીમારીથી ગ્રસિત છે તેવી સ્થિતિમાં આ સ્કીમમાં પ્રીમેચ્યોર વિડ્રોલની સુવિધા મળે છે. જો કોઈ ખાતાધારક કોઈ કારણ સમય પહેલા એકાઉન્ટ બંધ કરાવવામાં આવે તો 7.50 ટકાની જગ્યાએ 5.50 ટકા વ્યાજ મળશે.