નવી દિલ્લીઃ Mahindra and Mahindra એ લગભગ 30 હજાર ગાડીઓને રિકૉલ કરી છે. ગાડીઓની ફ્લૂડ પાઈપની તકલીફના કારણે તમામ ગાડીઓને પરત મંગાવવામાં આવી છે. મહિન્દ્રાએ જણાવ્યું કે તેમની કેટલીક પિક અપ ટ્રકમાં ફ્લૂઈડ પાઈપમાં ખરાબીની તપાસ અને રિપ્લેસમેન્ટ માટે પરત મંગાવવામાં આવી છે. જે પિક અપ ટ્રકને રિકૉલ કરી છે તે તમામને જાન્યુઆરી 2020થી ફેબ્રુઆરી 2021ની વચ્ચે બનાવવામાં આવી હતી. કંપનીએ એ વાત પર સંદેહ કરતા જણાવ્યું કે આટલી કારનું એસેમ્બ્લિંગ બરાબર નથી થયું. જેના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. મહિન્દ્રા 29,878  ગાડીઓમાં ફ્લૂડ પાઈપની તપાસ અને રિપ્લેસમેન્ટ કરશે. જે ગ્રાહકો પાસે આ પ્રકારના પિક અપ ટ્રક હશે તેનો કંપની સંપર્ક કરીને કંપની કોઈ ખર્ચ વગર રિપેરિંગ કરી આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત મહીને પણ રિકૉલ કરી હતી કાર:
જો કે, આ પહેલા પણ મહિન્દ્રાએ લગભગ 600 ડીઝલ કાર પરત બોલાવી હતી. મહિન્દ્રાએ કહ્યું હતુ કે આ ડીઝલ વાહનોના એન્જિનમાં ખામી જોવા મળી હતી, જેના કારણે કંપનીએ તમમાને પરત બોલાવવાનો નિર્ણય કર્યો હતો. આ વાહનોની સંખ્યા 600ની નજીક હતી. આ વાહનો કંપનીના નાસિક પ્લાન્ટમાં 21 જૂનથી  2 જુલાઈ 2021ની વચ્ચે બનાવવામાં આવ્યા હતા. અગાઉ મહિન્દ્રાના સૌથી લોકપ્રિય થારના ડીઝલ વેરિએન્ટમાં પણ ખામી જોવા મળી હતી.


600 ડીઝલ ગાડીઓના એન્જિનમાં મળી હતી ખરાબી:
તે પછી મહિન્દ્રા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચોક્કસ તારીખે ફેક્ટરીમાં મળી આવતા અને નિયત બેચમાં ભરાયેલા દૂષિત ઈંધણના કારણે એન્જિનના પાર્ટ્સમાં ખરાબીની શંકા છે.  જો કે, મહિન્દ્રાએ જણાવ્યું નથી કે આ ખામીઓમાં કંપનીના કયા મોડેલ જોવા મળી છે. રેગ્યુલેટરી ફાઇલિંગમાં, મહિન્દ્રાએ કહ્યું  કે આ પ્રક્રિયા 21 જૂનથી 2 જુલાઈ, 2021ની વચ્ચે ઉત્પાદિત 600થી ઓછા વાહનોની મર્યાદિત બેચ માટે છે.


XUV 700ની લોકો જોઈ રહ્યાં છે રાહ:
લોકો આતુરતાથી મહિન્દ્રાની XUV 700ની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, મહિન્દ્રા XUV700ની  સ્પાઈ તસવીર લીક થઈ હતી. આ તસવીર વર્કશોપમાં લેવામાં આવી હતી. પરંતુ હવે મહિન્દ્રા XUV700નો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેની યોગ્ય કસોટી કરવામાં આવી રહી છે. કંપની 2 ઓક્ટોબરે મહિન્દ્રા XUV700 લોન્ચ કરી શકે છે. અગાઉ, કંપનીએ તેની મહિન્દ્રા થાર એસયુવી ગયા વર્ષે આ તારીખે લોન્ચ કરી હતી.